વાંકાનેર: સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બાઈક ઉપર જીવ સટોસટના ખેલ કરી આવા સ્ટંટનો વીડિયો વાયરલ કરવાના બનાવો
આકરી પોલીસ કાર્યવાહી બાદ અટક્યા પછી હવે ફરી એક વાર આ આ સ્ટંટના વીડિયો વાયરલ થયા છે જેમાં વાંકાનેર – મોરબી નેશનલ
હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે. વિડીઓમાં બાઈક ચાલકના ચહેરા સ્પષ્ટ દેખાય છે.
વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક યુવાન નંબર પ્લેટ વગરના બાઈક ઉપર અવનવા કરતબો કરવાની સાથે બાઈક ઉપર ઉભો રહી ફૂલ
સ્પીડે બાઈક ચલાવતો હોવાના વીડિયો ઉપરાંત વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ એક યુવાનનો સ્ટંટનો વીડિયો વાયરલ થતા
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

પોલીસને પડકાર ફેંકી રહેલા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
સૌજન્ય: મોરબી અપડેટ