કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીડીયો ઉતારી ઘર પાસે સાયકલ મૂકી દીધી

વીડીયો ઉતારી ઘર પાસે સાયકલ મૂકી દીધી

ધુળેટી અન્વયે છોકરાઓ કલર -પાણીથી રમતા હતા

શુકલ શેરીમાં પતિ- પત્નીએ ગાળો બોલી છુટા પથ્થર/ ઇંટોના ધા કરી ઇજા કરી

વાંકાનેર: અહીં રામચોક શુકલ શેરીમાં છોકરાઓ ધુળેટીના તહેવાર અન્વયે કલર -પાણીથી રમતા હોય એક શખ્સ ત્યાં આવી છોકરાઓની સાયકલ ઉપર બેસી મોબાઇલથી વીડીયો ઉતારતા હોય અને સાયકલ તેના ઘર પાસે મુકેલ હોય જેથી છોકરાના વાલી ફરીયાદ- સાહેદ તે શખ્સના ઘર પાસે જતા બન્ને આરોપીઓએ ગાળો બોલી છુટા પથ્થર તથા ઇંટો ના ધા કરી અને લાકડી વતી ફરીયાદ- સાહેદોને ઇજાઓ કર્યાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર રામચોક શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ ભીખુભાઈ વરસડા (ઉવ ૩૧) જાતે. વાણંદે ફરીયાદમાં લખાવેલ છે કે મારા પતિ સીરામીકનો ધંધો કરે છે, મારે સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો છે. આજરોજ તા, ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ હોળી ધુળેટીનો તહેવાર હોય અને આ તહેવારમાં અમારી શેરીના સાત આઠ વર્ષના છોકરા-છોકરીઓ કલર પાણીથી રમતા હોય આ દરમ્યાન આ શેરીમાં રહેતા જ્યોતિકાબેન બટુકભાઇ મેઘાણી શેરીમાં આવી આ નાના છોકરાઓ રમતા હોય તેની સાયકલ ઉપર બેસી મોબાઇલથી વિડિયો ઉતારતી હોય આ છોકરાઓની સાયકલ લઈ પોતાના ઘર પાસે લઈ ગયેલ હોય અને આ છોકરાઓના વાલી

નીરાલીબેન વ્રજેશભાઈ કંસારા, સાવત્રીબેન પ્રદિપભાઈ ખાંડેખા, શીતલબેન મીલનભાઈ કંસારા, અમીબેન જયદીપભાઇ ત્રીવેદી તથા યોગેશભાઈ રતીલાલભાઈ ત્રીવેદી વિગેરે શેરીના માણસો અમો બધા આ જયોતિકાબેનના ઘર પાસે ગયેલા તો આ જયોતિકાબેન તથા તેનો ઘરવાળો બટુકભાઇ ગોરધનભાઈ મેઘાણી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલા અને તેના ઘરમાંથી પથ્થર તથા ઈંટોના ઘા કરવા લાગેલ, જેમાં નિરાલીબેન તથા સાવત્રીબેન ખાંડેખા તથા અમારા શેરીના છોકરાઓને આ પતિ-પત્નીએ ઘા કરેલ ઈંટો પથ્થરો હાથે પગે શરીરના ભાગે વાગેલ હોય અને અમો ત્યાંથી થોડા દુર જતા આ જયોતિકબેન મેઘાણી એક લાકડી લઈ આવી મને ડાબા પગમાં ઇજા કરેલ છે તેમજ શેરીના બૈયરાઓ અને મને પણ આ જયોતિકાબેન તથા તેના પતિ બટુકભાઇ મેઘાણીએ છુટા ઇંટો તથા પથ્થરોના ઘા કરી મુઢ ઇજાઓ કરેલ છે અને આ જયોતિકાબેન તથા તેના પતિ બટુકભાઇનો અવાર-નવાર વાર તહેવારે આ રીતે શેરીવાળાઓ સાથે ઝગડા તોફાન કરતા હોય તો આ બંને પતિ- પત્ની વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૨૫(એ), ૫૪, ૩૫૨ જી.પી.એક્ટ ૧૩૫ ના મુજબ આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!