કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

૮૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો !!

વઘાસીયા શાળાના આચાર્યનો સંકલ્પ પૂર્ણ થયો
આવકારદાયક કદમ: અન્ય ગામોએ પણ અનુસરવું જોઈએ

વાંકાનેર: વઘાસીયા મુકામે ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ અને ટી.પી.ઇ.ઓ. શ્રી વોરા સાહેબની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો હતો કે, આ વર્ષે આ વઘાસીયા શાળાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થાય છે, તો ગામમાં ૮૦ મોટા વૃક્ષો વાવવાનો અમે શિક્ષકો અને બાળકો સંકલ્પ કરીએ છીએ.

આચાર્ય અને શાળાના આ સંકલ્પને ગામના સરપંચશ્રી ઘર્મેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર યુવા ભાજપ ઉપપ્રમુખશ્રી કે. બી. ઝાલાએ ઉત્સાહભેર ઉપાડી લીઘો હતો. ફકત ૧૦ જ દિવસના ટુંકા ગાળામાં ૮૦ પાંજરાની તેમ જ ૫ ફુટથી મોટા ૮૦ વૃક્ષોની વ્યવસ્થા કરી લીઘી હતી અને આજ તા. ૧૧/૦૭/૨૦૨૪ના રોજ વઘાસીયા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

આ વૃક્ષો ગામની તળાવની પાળે, શકિત માતાના મંદિરે તેમજ સ્મશાનની જગ્યાએ વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણનું સમગ્ર આયોજન રાજપુત સેવા સમિતી, વઘાસીયા તથા વઘાસીયા શાળા ૫રીવારે કર્યુ હતુ, તો વૃક્ષોને કાયમી પાણી પાવા માટે ટપક પઘ્ઘતિ અને પાણી કનેકશનની વ્યવસ્થા કરવાની જવાબદારી સરપંચશ્રી ઘર્મેન્દ્રસિંહ ઝાલાએ લીઘી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ કલ્યાણ અઘિકારીશ્રી, પી.એસ.આઇ.શ્રી પરમાર સાહેબ, તથા ગામના ઉત્સાહી વડિલો એવા પ્રદિપસિંહ ઝાલા, બનેસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, રઘુભા ઝાલા, જયુભા ઝાલા, નિરુભા ઝાલા, હાજર રહ્યા હતા; તો ગામના યુવાનોમાં જયદિપસિંહ ઝાલા, એસ. પી. ઝાલા, જગદીશસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, તલાટી મંત્રીશ્રી મહેશભાઇ વોરા, શિક્ષકશ્રી નરેશભાઇ જગોદણાએ ભારે જહેમત ઉઠાવીને આ વૃક્ષારોપણની કામગીરી કરી હતી. તેમજ આ વૃક્ષો માટે સદભાવના આશ્રમ, રાજકોટ તથા વાંકાનેર નર્સરી તેમજ વરડુસર નર્સરીએ વૃક્ષો તેમજ પાંજરાની યોગદાન આપેલ છે. આમ ગામના એક શિક્ષકના નાનકડા સંકલ્પને સફળ બનાવવા માટે વઘાસીયા ગામના સરપંચ, વડિલો, યુવાનો અને ગ્રામજનોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે, તે પ્રશંશનીય છે એટલું જ નહીં, અન્ય ગામને પ્રેરણા અને ઉદાહરણ સમાન છે.

સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!