કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે

હારજીત અંગે રૂપિયાની શરતો લાગી: લોકો ભયમુક્ત રીતે મતદાન કરે- એસપી: દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે ખાસ સુવિધા: મતદાન જરૂર કરજો-કમલસુવાસ:

બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ બુકી બજારમાં ભારે ગરમાવો આવ્યો છે,  ક્રિકેટમેચને કોરાણે મૂકી હાલમાં બુકીઓ ચૂંટણી પરિણામના સટ્ટામાં સક્રિય બન્યા છે અને બેઠક દીઠ ભાવ, લીડ, ભાજપ અને કોંગ્રેસના ક્રિકેટની જેમ સેશન તેમજ અન્ય સટ્ટાઓ હાલમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે બુકી બજારમાં હજુ સુધી વાંકાનેર બેઠકના ભાવ આવ્યા નથી. ટૂંક સમયમાં જ વાંકાનેરની સાથે સાથે ગુજરાતની તમામ બેઠકોના નવા સમીકરણો સાથેના નવા ભાવ બજારમાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણી જંગમાં હોય બુકીબજારમાં પણ પરિણામોને લઈ ભારે ઉલટફેર થઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વાંકાનેર બેઠક માટે કોણ જીતે એની છાને ખૂણે લાખો રૂપિયાની શરતો લાગી હોવાની પણ ચર્ચા છે.

        જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ અપીલ કરતા જણાવ્યું છે કે લોકો નિર્ભયપણે મતદાન કરે, કોઈ સમસ્યા હોય તો તુરંત પોલીસને જાણ કરે. વધુમાં એમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 1055 પોલીસ જવાન, 1100 હોમ ગાર્ડ અને જીઆરડી જવાન તેમજ પેરા મિલિટરીની 17 કંપનીના જવાનો ચૂંટણી ફરજ પર છે. ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસે તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચૂંટણીને ધ્યાને લઇ પાસા, તડીપાર સહિતના 6200 એક્શન પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. 10 જેટલા ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. લોકો ભયમુક્ત રીતે મતદાન કરે, કોઈ પણ તકલીફ પડે તો 112 અને 100 ઉપર સંપર્ક કરે. મતદાર સબંધિત ફરિયાદ કે માહિતી માટે 1950 ઉપર સંપર્ક કરે.

        મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો તથા કુલ ૧૩,૨૫૦ મતદારો ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ છે. આ તમામ મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશી દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓની સાથી આ તમામ મતદારો પાસેથી સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ PWD નોડલ અધિકારી દ્વારા માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવશે. વિધાનસભાની બેઠક મુજબ એક-એક “દિવ્યાંગ સહાયક વાહન”, ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ ઉપલબ્ધ રહેશે. વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવાશે. ઉપરાંત ૬૭-વાંકાનેર ખાતેના ‘દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથ’પર પણ વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે.

                આજ રોજ  મતદાન થનાર છે ત્યારે યોગ્ય જનપ્રતિનિધિઓને પસંદ કરવા લોકશાહીના મહાપર્વને રંગેચંગે ઉજવવા તમામ મતદારો જાગૃત બની અવશ્ય મતદાન કરે તેવી જનહિતમાં કમલસુવાસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે. ચૂંટણી સમયે લોકો  જો જાગૃત બની જનતાની સાચી સેવા કરી શકે તેવા નેતાને પસંદ કરે તો ખરેખર લોક કલ્યાણ થઈ શકે છે. ઘણી વખત ચૂંટણી લડતા ઉમેદવારોની હારજીત માટે એક એક મતની કિંમત હોય છે ત્યારે આજે મતદાન દરમિયાન દરેક યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અવશ્ય જાગૃત બની મતદાન કરે તેવી કમલસુવાસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

                આજે  કોંગ્રેસના મહોમ્મ્દ જાવિદ પીરઝાદા પીપળિયારાજ ખાતે અને ભાજપના જીતુભાઇ સોમાણી વાંકાનેર દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે તથા વિક્રમભાઈ સોરાણી રાજકોટ તાલુકાનાં બેડલા ખાતે મતદાન કરશે.  વાંકાનેર બેઠક અંગે ચૂંટણી અધિકારી શેરસિયાએ જણાવ્યું હતું કે 307 મતદાન બુથ , 69 સંવેદનશીલ બુથ, 201 સ્થળ, 153 બુથમાં વેબ કાસ્ટિંગ, 37 રૂટમાં 1500 જેટલા પોલીગ સ્ટાફ ગોઠવવામાં આવ્યા છે. 

        વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં  306 બુથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારે 8 વાગ્યાથી જ મતદારો મતદાન કરવા ઉમટ્યા છે. વાંકાનેર ધારાસભા બેઠકના 13 ઉમેદવારોના ભાવિના ફેસલા માટે આજે કુલ 2.81,413 મતદારો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે. આજે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!