વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન પરિવારોમાં બાદી કુટુંબમાં બે પાંખિયા છે, (1) વડ બાદી અને (2) ખડ બાદી. વડ બાદીના 2015 માં 26 ગામોમાં 1552 ઘર અને વસ્તી 8964 ની હતી. આ આંકડો બાદી પરિવાર ડિરેક્ટરી- 2015 માંથી લીધેલ છે, ત્યાર પછીના આઠ વર્ષમાં આ આંકડામાં વધારો થઇ ગયો હશે.
નીચે વડ બાદીના ઘરોની સંખ્યા ધ્યાને લઇ ઉતરતા ક્રમમાં ગામોના નામો લખેલ છે. એકસોથી વધુ ઘર ધરાવતા 5 ગામોમાં મહીકા, પાંચદ્વારકા, કોઠી, અમરાપર અને સમઢિયાળાનો સમાવેશ થાય છે.
નોંધ: રાજાવડલા અને ગારિડાનો આંકડો ડિરેકટરીમાં સાથે આપેલ હોઈ અમે પણ સાથે જ આપેલ છે. નઝરૂદીન બાદી.