રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથિ નિમિત્તે પિડીતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર રાજકોટ વાસીઓએ અડધાં દિવસ રાજકોટ બંધને જબ્બર પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડ્યું હતું. આ તકે રાજકોટ વોર્ડ નં. 14 માં બંધને સફળ બનાવવા તથા લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરીની જવાબદારી વાંકાનેર કોંગ્રેસ ટીમને

આપવામાં આવી હોય, જેઓએ સતત એક અઠવાડિયા સુધી આ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્રચાર કરી રાજકોટ બંધને સફળ બનાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ કામગીરીમાં વાંકાનેર કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદાની આગેવાનીમ 25 જેટલા યુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી,

ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા, રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ મેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.14 ની કમાન સફળતા પુર્વક સંભાળ લોકોમાં જાગૃતિ લાવી રાજકોટ બંને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી….આ તકે વાંકાનેર કોંગ્રેસ ટીમના

શકીલ પીરઝાદા, ડો. રૂકમુદ્દીન માથકીયા, આબીદ ગઢવાળા, એહમદભાઈ માથકીયા, મુનીરભાઈ પરાસરા, હનીફભાઈ શેરસીયા, યુનુસભાઈ માથકીયા, અબ્દુલભાઈ પરાસરા, મામદભાઈ બાદી, એમ. જે. શેરસીયા, ફારૂકભાઈ કડીવાર સહિતના દ્વારા વોર્ડ નં. 14 માં 15 કિલોમીટર પદયાત્રા કરી વેપારીઓ તથા નાગરિકોને રૂબરૂ મળી 25 જુન, મંગળવારે રાજકોટ બંધમાં જોડાવા અપીલ કરી હતી, જેના પગલે આ વિસ્તારમાં રાજકોટ વાસીઓએ સજ્જડ બંધ પાડ્યું હતું…

