એક કેસમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી અને બીજા કેસમાં પાણી વાળવા બાબતે માર મારેલ હતો
વાંકાનેર કોર્ટમાં આઇપીસી કલમ-૧૪૩-૧૪૭-૧૪૪-૩૨૩ -૩૩૪ -૩૩૫-૫૦૪ તથા જીપીએકટ કલમ -૧૩૫ ચાર આરોપીઓને જુદી જુદી નામદાર ન્યાયધીશશ્રી રાણાએ સજા ફટકારેલ છે.
આ કામના ફરીયાદી કાળુભાઇ મોમભાઇ વિગેરેએ સાથે ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી ગેરકાયદે મંડળી રચીને ગાળો બોલીચાલી કરીને ત્યાં સાહેદોને માર મારી આરોપીને લોખંડના પાઇપ તથા મુઢમાર મારી તથા ફેકચર જેવી ગંભીર ઇજા કરતા જેનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આરોપી (૧) ભગાભાઇ ગોવિંદભાઇ (ર) દલસુખ ભગાભાઇ (૩) ભલાભાઇ ભગાભાઇ (૪) મનજીભાઇ બધા રહે. વાંકાનેર સીટી પોલીસ ગુના રજી. ૩૦/૧૮ ના જુદી જુદી કલમમાં જુદી જુદી સજા કરેલ છે.
બીજા એક કેસમાં ફરીયાદી હરજીભાઇ ગોવિંદભાઇ રાઠોડને આરોપીઓ બાજુમાં રહેતા હોય વાડીના ઘઉંનું વાવેતર કરેલ, તે વખતે કેનાલના પાણી વાળવા બાબતે આરોપીઓ ગાળો બોલી આરોપી એક નાએ કુહાડી તથા બે નાએ પાવડા વડે તથા ત્રણ ના લાકડી વડે માર મારી ફરીયાદીના ડાબા કાન પાસે- ડાબા હાથે ગંભીર ઇજા કરી ફેકચર થયેલ, જે કેસમાં આરોપી (૧) વાલજીભાઇ ભગવાનભાઇ (ર) રાયધનભાઇ વાલજીભાઇ રાઠોડ તેમજ જે કેસ વાંકાનેર નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટ તમામ આરોપી તથા બીજા આરોપી શંકરભાઇ ઉર્ફે ગગો વાલજી રાઠોડને ૩૨૩ માં પાંચ માસની સજા અને પ્રત્યેક આરોપીઓને ૪ ચાર વર્ષની સજા કરેલ અને પ્રત્યેકને રૂ।. ૫૦૦ દંડ ફટકારેલ છે. આ કેસ એડવોકેટશ્રી એ.એન. પટેલે દલીલો કરેલ હતી.