કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ

ફરીયાદીનું નાણા ધીરધારનું લાયસન્સ રદ કરવા હુકમ

ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરવી ભારે પડી હતી. વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરી ફરીયાદી સામે કરીયાદ કરતો સિમા ચિહનરૂપ ચુકાદો આપેલ છે. તાજેતરમાં વાંકાનેર એડીશ્નલ ચીક જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્રારા ફરીયાદીએ, આરોપી ઉપર કરેલ ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અનુસંધાને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવીને સિમા ચિહનરૂપ ચુકાદો જાહેર કરેલ છે.

કેસની હકીકત જોઈએ તો અંબાલિયા હેમચંદભાઈ લવજીભાઈ રહે. વાંકાનેર વાળા ઉપર ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અંગેની ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી. વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં, ફરીયાદીએ આરોપી અંબાલીયા હેમચંદુભાઈ લવજીભાઈની સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરી ચેક મુજબની રકમના નાણા પરત મેળવવા કેસ કર્યો હતો. જે કેસમાં રજુ કરેલ પુરાવાઓ ફરીયાદી સાબીત કરી ન શકતા, અને આરોપી તરફે રજુ થયેલ પુરાવા તથા આરોપીના વકીલ જયદીપ એચ.હડિયલની દલીલોને ધ્યાને લઈને વાંકાનેર એડીશ્નલ ચીક જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ફરીયાદી દ્રારા આરોપી ઉપર ખોટી ફરીયાદ અને ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ હોવાનું માનીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરતો સિમાચિહન ચુકાદો આરોપીની તરફેણમાં જાહેર કરેલ છે.સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા
વધુમાં ફરીયાદી નાણા ધીરધારનો ધંધો કરતા હોય ફરીયાદીનું નાણા ધીરધારનું લાયસન્સ રદ કરવા નાણા ધીરધાર કચેરી- મોરબીને જરૂરી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. તથા ફરીયાદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૩૭ મુજબની ફરીયાદ દાખલ કરવાનો કોર્ટે રજીસ્ટ્રારને હુકમ કર્યો છે. જરૂરી કાર્યવાહી કરવા આ કેસમાં આરોપી અંબાલીયા હેમચંદ્રભાઈ લવજીભાઈ વતી મોરબીના યુવા વકીલ જયદીપ એચ.હડીયલ રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!