કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર નગરપાલિકા ગ્રાન્ટ વાપરવામાં કંજુસ

વણ વપરાયેલી રહેલી રૂ.2.55 કરોડની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી

વાંકાનેર: વાંકાનેર તાલુકો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને લીધે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી છે.


સરકારી ગ્રાન્ટ ન હોવાના રોદણાં રોતા સત્તાધીશો પ્રજાકીય ગ્રાન્ટ વાપરવામાં અભરે અવળચંડાઈ કરે છે. આથી આ વખતે પણ વાંકાનેર નગરપાલિકામાં વણ વપરાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી હતી.

નગરપાલિકા પ્રજાકીય ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ ગઈ છે. જેથી 2019-20ની વણ વપરાયેલી રહેલી વાંકાનેર પાલિકાની રૂ.2.55 કરોડની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી હતી. છેલ્લા બે દાયકામાં બહુ ઓછી સરકારી ગ્રાન્ટ વપરાય છે. વાંકાનેર શહેરમાં સમસ્યાઓનો ઢગલો છે. પણ તંત્રને ક્યારેય સમસ્યા ઉકેલવાનું સૂઝ્યું જ નથી.

ઘણીવાર નગરપાલિકા વિકાસના કામો ન કરવા પડે ત્યારે ગ્રાન્ટના અભાવનું બહાનું કાઢે છે. પણ હકીકતમાં સરકાર તો શહેરોનો સમાંતર વિકાસ કરવા માંગે છે. એટલે જ સરકાર નગરપાલિકાઓને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.

પણ જ્યારે આવી ગ્રાન્ટ વણ વપરાયેલી રહી અને સરકારને પરત જમા કરવી પડે તે બહાર આવે ત્યારે પ્રજાને ખબર પડે છે કે નગરપાલિકાની ગ્રાન્ટ વાપરવાની કોઈ દાનત જ નથી. ખરેખર નગરપાલિકા શહેરનો વિકાસ કરવા માંગતી હોય તો જેટલી સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે પણ ઓછી પડે એમ છે. નગરપાલિકાને આવી ગ્રાન્ટ વાપરવાનું સૂઝતું કેમ નથી ? નગરપાલિકાની ક્યાં કચાશ રહી જાય છે ? તે સવાલો પ્રજાના મનમાં સતત અકળાવે છે.

  • સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!