વેરો ભરવા પાલિકા તંત્રની તાકીદ
અન્યથા કાર્યવાહી માટે તૈયારી રાખવી
વાંકાનેર : શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તા.૩૧.૦૩.૨૦૨પ ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨પ પૂર્ણ થતુ હોય પરંતુ હજુ સુધી વાંકાનેર શહેરી વિસ્તારમાં ધણા આસામીઓ ઘ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવેલ ન હોય જેથી બાકી વેરો ભરવા માટે અને સોમવાર જાહેર રજાનાં દિવસોમાં પણ વેરા વસુલાત નગરપાલિકા કચેરી ખાતે ચાલુ રાખવામાં આવેલ છે. 

તેથી જેને કોઈ આસામીઓને વેરો ભરવાનો બાકી હોય તો ભરપાઈ કરી દેવો ત્યાર બાદ તા.૦૫.૦૪.૨૦૨૫ સુધીમાં આસામીઓ કે પાર્ટી ઘ્વારા લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આવેલ નથી તેવા આસામીઓ કે પાર્ટીની યાદીની જાહેર પ્રસિધ્ધી કરી વેરા વસુલાત કરવામાં આવશે તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ થી મળેલ સત્તાની રૂએ કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતા એ નોંધ લેવી, તેમ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા અનુરોધ કરાયો છે…