ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી
મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો ગ્રેનાઈટોમાં કામ કરતા
શ્રમિક પરીવારની પત્ની ગુમ થતાં તેમના પતિ વિકાસ મુરતસિંહ રાજપુતે વાંકાનેર પોલીસને તેમના પત્ની કોઈ અજાણ્યા શખ્સના બાઈક ઉપર ગુમ થયાની ફરીયાદ આપતા તેઓની ફરીયાદ ધ્યાને નહીં લેતા એસપી કચેરીના દ્વાર ખખડાવ્યા છે; જેથી હાલ તો પરપ્રાંતિય
પરીવારમાં ચિંતા વ્યાપી ગઇ છે અને તેમના એક ત્રણ વર્ષનો પુત્ર નામે રૂદ્ર છે, તે પણ માતા વિહોણો બની ગયો હોય પિતા ઉપર આભ તુટી પડયુ હોય તેમ પત્નીની શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન મળતા વાંકાનેર પોલીસને આ અંગે ફરીયાદ કરીને જાણ કરી હતી પરંતુ વાંકાનેર
પોલીસે ફરીયાદને ઘોળીને પી જઈને ધ્યાને નહીં લેતા ગુમસુદા મામલો એસપી કચેરીએ પહોંચ્યો છે, જ્યાં ગુમશુદા મહીલાના પતિએ એસપીના દ્વાર ખખડાવી તેમની પત્નીને શોધી આપવા વિનંતી સાથે માંગ કરી છે…