મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા
વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી અમલમાં આવી ચૂક્યા છે, જેના કારણે રાજ્યભરના આશરે 27 લાખ મુસાફરો પર સીધી અસર પહોંચી છે. વર્ષ 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. અને હવે ફરી વધારો કરવામાં આવ્યો છે.
48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડા વધારો અમલમાં આવ્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (અંદાજીત 10 લાખ મુસાફરો) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમને 1 રૂપિયાથી લઇને 4 રૂપિયા સુધીનો ભાડા વધારો ભોગવવો પડશે.
વાંકાનેરથી રાજકોટ બસ ભાડું જે 41 રૂપિયા હતું, તે 45 રૂપિયા થયું છે, વાંકાનેરથી મોરબી વાયા: હાઇવે નવા બસ સ્ટેન્ડનું 41 રૂપિયા હતું, તે 43 થયું, જયારે મોરબી જુના બસ સ્ટેન્ડનું 45 માંથી 47 રૂપિયા થયું છે. મોરબી વાયા: ધુનડા નવા બસ સ્ટેન્ડનું 39 રૂપિયા હતું, તે 43 થયું જયારે જુના બસ સ્ટેન્ડનું 33 માંથી 36 રૂપિયા થયું છે. ટંકારાનું ભાડું 4 રૂપિયા વધીને 34 માંથી 37 થયું છે. અમદાવાદનું 185 રૂપિયા થયું, જે પહેલા 168 રૂપિયા હતું.. 