વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ ગામમાં કોઇ રોગચાળો ના ફેલાઈ તે માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવેલ.
ગામ લોકોને હાલ ચોમાસામાં દુષીત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ના ફેલાય તે કલોરીનયુકત અથવા પાણી ગરમ કરીને પીવાની સલાહ આપવામા આવેલ. ગામમા મચ્છર જન્ય રોગચાળો ના ફેલાઈ તે માટે પેરા ડોમેસ્ટીંક કામગીરી તેમજ ઈન્ટ્રા ડોમેસ્ટ્રી કામગીરી ચાલુ કરવામા આવેલ છે. આજે આ કામગીરી અંતર્ગત ૩૧૧૩૩ વસ્તી અને ૬૩૨૦ ઘર આવરી લેવામાં આવેલ છે. આ દરમ્યાન ઘરની અંદરના ૨૪૭૪૮ પાત્રોની તપાસણી કરી એબેટ સારવાર આપવામાં આવેલ તેમજ ગામની બહાર પાણી ભરાય રહેતા ૧૩૫ સ્થળોએ બળેલ ઓઇલ/ગપ્પીફીસથી સારવાર કરવામાં આવેલ છે. ગામમાં રોડની સાઇડમાં જરુરીયાત મુજબ ડસ્ટીંગની કામગીરી કરવામાં આવેલ છે. આજે ગામમાં જયાંથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે તે દરેક સ્થળોએ કલોરીનેશન કરાવવામાં આવેલ છે…
વાંકાનેર તાલુકાના કોઈપણ ગામમાં રોગચાળો ના ફેલાય તે હેતુથી ડસ્ટીંગ/ એન્ટીલાર્વલ અને કલોરીનેશનની કામગીરી પુરી ન થાય ત્યાં સુઘી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફીસરશ્રીએ આ કામગીરીમાં દરેક ગામના લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામા આવી છે…