વાંકાનેર: બાર એસોસિયેશન દ્વારા વાંકાનેર સીવીલ કોર્ટમાં નવા નિમાયેલ પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ વી. એસ. ઠાકોરની નિમણુંક થતાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


વી. એસ. ઠાકોર વાંકાનેર બાર એસોસિયેશન વતી પ્રમુખ બી. પી. દેગામા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સીવીલ જજ એસ. કે. પટેલ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે વાંકાનેર બાર એસોસિયેશનના ઉપ-પ્રમુખ કે. જે. ચાવડા તથા સેક્રેટરી પી. એસ. શાહ જોઇન્ટ સેક્રેટરી એ. એમ. રાઠોડ તથા ટ્રેઝરર એ. જે. જોબનપુત્રા સરકારી વકીલ આશાબેન પટેલ તથા બાર એસોસિયેશનના વકિલ ભાઇ-બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી નવનિયુકત જજ વી. એસ. ઠાકોરનું ઉષ્માભર્યું સ્વાગત કરેલ હતું.
