કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે  

        ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના 32,329 મતદાનમાંથી 23,862  (73.81 ટકા) મતદાન થયું હતું.  રાજકોટ તાલુકાના 87,300 મતદાનમાંથી 57,411  (65.76 ટકા) મતદાન થયું હતું. આમ આખા વિસ્તારનું  74.38% ટકા મતદાન થયું હતું. આ વખતે વાંકાનેર તાલુકાના કુલ મત 1,13.191 મત મશીનમાં પડ્યા છે.  વાંકાનેર શહેરના 24,460 મત મશીનમાં પડ્યા છે. આમ 4.08 ટકા મતદાન ઓછું થવા છતાં 5,479 મત વધુ પડ્યા છે. રાજકોટ તાલુકાના 62,986 મત મશીનમાં પડ્યા છે. આમ આખા વિસ્તારનું  74.38% ટકા મતદાન થયું છે.

        હવે પછીના આંકડા ચોક્કસ આપવાના બદલે સમજવા માટે અંદાજિત આપશું. ઉપરાંત સમઝવાનું સરળ રહે તે માટે વિસ્તાર, જ્ઞાતિ, ગઈ વખતના પરિણામનો પણ આધાર લેવો પડશે. ગયા વખતે વાંકાનેર શહેરમાંથી જાવીદ બાવાને 5000, જીતુ સોમાણીને 15,000 અને ગોરધન સરવૈયાને 750 મત મળ્યા હતા. આ વખતે જાવીદ બાવાને અંદાજે સાડા છ હજાર મત અને આપના વિક્રમભાઈ સોરાણીને પંદરસો મદદ મળે એવી શક્યતા લાગે છે. આમ વાંકાનેર શહેરમાંથી જીતુ સોમાણીને સોળ હજારની લીડ મળે તેવું લાગે છે.

        ગામડાની વાતમાં પહેલા માટેલ પંથકની વાત કરીએ તો આ વિસ્તારચુવાળીયા કોળીનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ધાર્યા મુજબ વિક્રમભાઈ દેખાવ કરી શકે એવું લાગતું નથી. ચુવાળીયા કોળીના થયેલ મતદાનના એક અંદાઝ મુજબ 20 થી 25 ટકા મત જ વિક્રમભાઈને મળશે. બાકીના મતોમાં 30 ટકા જાવીદ બાવા અને 40 ટકા જીતુ સોમાણી ઉભા છે. આથી આ વિસ્તારમાં જીતુ સોમાણીની નજીવી લીડ રહેશે, જ્યારે બીજા નંબરે જાવીદ બાવા અને ત્રીજા નંબરે વિક્રમભાઈ રહેશે. મુસ્લિમોની બહુમતી ધરાવતા તીથવા વિસ્તારમાં સ્વાભાવિક રીતે જ જાવીદ બાવા આગળ રહેશે. દર ચૂંટણીમાં આખા વિસ્તારમાંથી મુસ્લીમોના અંદાજે પાંચ હજાર મત કોંગ્રેસથી વિરુદ્ધ જતા હતા, આ વખતે એ દસ હજાર જેટલા વિરુદ્ધ જાય, એવી શક્યતા છે. કોઈ આ આંકડો 7 હજારનો તો કોઈ 12 હજારનો મૂકે છે, અને તે મત વિક્રમભાઈને મળે એવું લાગે છે. આ ખોટ જાવીદ બાવાને પડશે અને જીતુ સોમાણીને ફાયદો રહેશે. જીતુ સોમાણીની શહેરની સોળ હજારની લીડ તોડીને આ વિસ્તારમાંથી જાવીદ બાવા કેટલા આગળ જાય છે, તેના ઉપર ઘણો આધાર રહેશે. મેસરીયા વિસ્તારતળપદા કોળીની સારી એવી સંખ્યા ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં વિક્રમભાઈનો હાથ ઉપર રહેશે, તળપદા કોળીના થયેલ મતદાનના એક અંદાઝ મુજબ 70 ટકા મત વિક્રમભાઈને મળે. જ્યારે જાવીદ બાવા અને જીતુ સોમાણી લગભગ લગભગ સરખા ઉતરશે, એવું મનાય છે.

        જાવેદ બાવાની જો જીતવું હોય તો વાંકાનેર તાલુકાના ગામડા અને વાંકાનેર શહેરના મતોની ગણતરી પછી ઓછામાં ઓછી દસ થી બાર હજારની લીડ તેમની પાસે હોવી જરૂરી છે. ગયા વખતે આ સ્ટેજે 7452 ના મતની જાવીદ બાવાની લીડ હતી. ગઈ ચૂંટણીમાં કુવાડવા વિસ્તારમાંથી જાવીદ બાવાને ૨૦ હજાર જેટલા મત મળ્યા હતા, પણ આ વખતે એટલા મત મળી શકે તેવું લાગતું નથી. જીતુ સોમાણીને 26 હજાર મત મળ્યા હતા. આ વિસ્તારમાં પટેલોના ઘણા બધા મત છે. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર પણ હતી. આ વખતે ત્યાં ભાજપનો એટલો બધો વિરોધ નથી. આથી જીતુ સોમાણીને ગયા વખત કરતા વધુ મત મળશે,  પરંતુ વિક્રમભાઈનો આ સ્થાનિક વિસ્તાર છે અને તે અહીંયાં સારી એવી શક્તિ બતાવી શકે એમ લાગે છે. ભાજપના એ કેટલા મત તોડી શકે એ એક સવાલ છે. ગયા વખતે જીતુ સોમાણીને 6204 કુવાડવા વિસ્તારમાંથી લીડમળી હતી. હાર-જીતમાં ગયા વખતની જેમ ગોરધન સરવૈયાની જે ભૂમિકા હતી, તેવી જ વિક્રમભાઈની ભૂમિકા મહત્વની થઈ રહેશે.

        એકંદરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઇ છે. કોંગ્રેસી મિત્રો વિક્રમભાઈ અને બીજા અપક્ષો તથા નાટો મળીને ૪૬ હજારનો આંકડો મૂકે છે. અને છ થી સાત હજાર મતે કોંગ્રેસ જીતે એવું માને છે. જ્યારે ભાજપના મિત્રો  વિક્રમભાઈ અને બીજા અપક્ષો તથા નાટો મળીને આંકડો ૩૫ હજારનો મૂકે છે. ત્રણ થી પાંચ હજારની લીડથી ભાજપ જીતે એવું ધારે છે. પોપટ ઝીંઝરીયા સિવાય અત્યાર  સુધીના ઇતિહાસમાં કોઈ કોળી ઉમેદવાર 30 હજારથી વધુ મત લઇ શક્યો નથી. મોમીન સમાજમાં અત્યાર સુધી સૌથી વધુ મત અપક્ષ તરીકે યુસુફ શેરસીયા લઇ ગયા હતા.

        ભર્યું નાળિયેર છે. જીત નજીવી હશે. કોણ જીતે છે, એ કહેવાનું જોખમ ખેડી શકાય એવી સ્થિતિ નથી. છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે.  આઠ તારીખે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. બાકીતો આ પબ્લિક છે. ચમત્કાર પણ કરી શકે છે કારણ કે યે  પબ્લિક હે યે સબ જાનતી હે, અંદર ક્યા હે બાહર ક્યા હે પહેચાનતી હે,  પબ્લિક હે….

Content Copying Forbidden !!

error: Content is protected !!