હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?
ગૂગલમાં સૌ થી પહેલા https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/voterlist2002.aspx લખો
હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું એ યાદ હોવું જરૂરી છે, વાંકાનેરવાસીઓએ ખુલેલ પેઇઝમાં Wankaner (ક્રમાંક 15) માં સિલેક્ટ કરીને Download કરવું
આ ફાઈલ Zip ફાઈલ છે અને તેની સાઈઝ 13.6 એમબી ની છે આથી ડાઉનલોડ થવામાં ઇન્ટરનેટની સ્પીડ સારી હોય તો ઓછામાં ઓછી 40 થી 45 મિનિટ લાગશે, જો મોબાઈલમાં 13.6 એમબી ની મેમરી સ્પેસ ન હોય તો લેપટોપ/ કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરવી.
ગુજરાતી આ ફાઈલમાં વાંકાનેર વિસ્તારના 2002 માં થયેલ ધારાસભાની ચૂંટણી મુજબના અલગ અલગ બૂથ પ્રમાણે રાજકોટ તાલુકાના વાંકાનેર ધારાસભામાં આવતા કુવાડવા વિસ્તારના ગામો સહિતના પંચાસીયાથી કાળીપાટ સુધીના તમામ નામો મળે છે, સારી વાત એ છે કે આખી ફાઈલ ખોલવાને બદલે જે- તે બૂથમાં રહેલા નામો સરળતાથી મળી શકે છે. બુથ નંબર યાદ હોવા જરૂરી છે,
એક વાર આ ફાઈલ ડાઉનલોડ કર્યા પછી ધારાસભા વિસ્તારના તમામ બુથો (181) એટલે કે ગામોની સંપૂર્ણ મતદાર યાદી સામેલ છે, આથી આ વિસ્તારના એક ગામમાંથી બીજા ગામમાં સાસરે જતી મહિલાના પિયરના ગામની અથવા સ્થળાન્તરિત ગામની માહિતી પણ મળી રહે છે.
યાદીમાં ઘર નંબર, એ ઘરમાં પરસ્પર સંબંધ (દા.ત. પિતા-પુત્ર), ઉંમર અને EPIC નંબર પણ મળે છે. આમ ફાઈલ એક વાર ડાઉનલોડ કર્યા પછી તમે ગામના અન્ય લોકોને 2002 માં નોંધાયેલ નામ શોધી આપી મદદરૂપ થઇ શકો છે. નામો શોધવા અન્ય વેબ સાઈટો પણ છે, પરંતુ આ વેબ સાઈટ સરળ મનાય છે..
હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?
જો તમને તમારા EPIC નંબર યાદ હોય અને એક તમારું નામ જ હાલની મતદાર યાદીમાં શોધવું હોય તો નીચે મુજબની રીત અપનાવો
(1) https://electoralsearch.eci.gov.in/ લખી Search કરો જે પેઈજ ખુલે તેમાં..
(2) भाषाका चयन करें માં ગુજરાતી સિલેક્ટ કરો
(3) एपीआईसी संख्या ચૂંટણી કાર્ડમાં ફોટા ઉપર લખાયેલ EPIC નંબર લખો
(4) राज्य Gujarat સિલેક્ટ કરો
(5) Captcha Code માં લખાયેલ લીલા કલરના અક્ષરો બાજુના Enter Captcha માં લખો
(6) હવે નીચે દેખાતા SEARCH પર ક્લિક કરો
અડધી મિનિટમાં માહિતી મળી જશે
