ટંકારા: જીવાપર ગામની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ સોદા મુજબ રૂપિયા એક લાખ ચુકવી આજથી ત્રણેક મહિના અગાઉ હળવદ તાલુકાના ચરાડવાના આધેડે સગા સબંધીની મધ્યસ્થી લગ્ન કર્યા હતા. લુંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે સવારે સામાજીક વાયણાની રસમ નિભાવવાના બહાને પરત આવવાની હૈયાધારણા આપીને છનન થઈ જતા ફરિયાદ નોંધાઈ હતી, 

જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બેને પોલીસે ઝડપી લીધા હતા અને મુખ્ય આરોપી જોશનાબેન મકવાણા રહે રાજકોટ વાળા ત્રણેક મહિનાથી ફરાર હતા જેને ઝડપી લેવા ટંકારા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી જોશનાબેન મકવાણા રહે હાલ ગોંડલ ચોકડી, રાજકોટ વાળાને ઝડપી લઈને ચીટીંગ કરેલ રૂપિયા પૈકી રોકડ રૂ ૨૫ હજાર સહીત ૨૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે…
