વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો સમાવેશ થાય છે. ફોર્મ પાછું ખેંચવાનો કાલે છેલ્લો દિવસ છે.
હવે નીચે મુજબના ઉમેદવારો મેદાનમાં છે.
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી ભાજપ
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(9) નરેન્દ્રસિંહ ઝાલા – અપક્ષ
(10) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(11) મહેશકુમાર નરશીભાઈ ખંડેખા – અપક્ષ
(12) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(13) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(14) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(15) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ
મળતા અહેવાલો મુજબ વાંકાનેર તાલુકાના ક્ષત્રીય સમાજના યુવાનોએ કોંગ્રેસના ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કરેલ છે. ભાજપના કેસરીસિંહના ટેકેદારો મનાતા આ યુવાનોએ ટેકો જાહેર કરતા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. કેસરી સિંહ અને જીતુ સોમાણી વચ્ચે સમાધાન થઇ ગયું છે, આમ છતાં બનેલી આ ઘટના ચર્ચાના ચકડોળે ચડેલી છે.
તારીખ 18 અને શુક્રવારના રોજ યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની એક જાહેર સભાનું આયોજન રાતીદેવરી રોડ ઉપર કરવામાં આવ્યું છે. સવારના 9:30 વાગે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં આ સભા યોજાનાર છે. આ સભામાં અપાનારા વક્તવ્યોની પણ ચૂંટણી પ્રચાર ઉપર અસર થશે તેવું માનવામાં આવે છે.