કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી

ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી

કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનને આઘાત

પ્રેમલગ્નના દોઢ વર્ષ બાદ પત્ની રિસામણે ચાલી ગઇ

વાંકાનેર: મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરત સિવિલ હોસ્પિટલે પહોંચી ગઇ હતી અને યુવાનનુ નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

વધુ વિગતો મુજબ કાગદડી ગામના પાટીયા પાસે 100 વારીયા પ્લોટમા રહેતા જગદીશ છગનભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જગદીશ કડીયા કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરો તેમજ પોતે ત્રણભાઇમાં વચેટ છે અને પોલીસમાંથી જાણવા મળ્યુ કે, જગદીશના પાંચ પહેલા પ્રેમગલગ્ન થયા હતા. બંન્ને વચ્ચે માથાકૂટ થતા તે દોઢ વર્ષ પહેલા માવતરે ચાલી ગઇ હતી. પત્નીને તેમના માતા-પિતા મોકલતા ન હોય અને ગઇકાલે બંન્ને વચ્ચે ફોન પર વાતચીત થતા ઝઘડો થયો હતો જેના કારણે જગદીશે ફિનાઇલ પી લીધું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!