સરતાનપર રોડ ઉપર મારા મારીમાં ઇજા
વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત
નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર સિટી
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રામ ઘુઘરા
વાળી શેરીમાં રહેતા કૌશલભાઈ બટુકચંદ્રભાઈ બજાણી (24) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને તેને ગળાફાંસો
ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા
હતા અને આ બનાવની રાજેશ ઉર્ફે રાજુ રમેશભાઈ બજાણી (39) રહે. ભાટિયા સોસાયટી વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના
બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે આગળની તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે
સરતાનપર રોડ ઉપર મારા મારીમાં ઇજા
સરતાનપર રોડ ઉપર આવેલ બાફેટ સિરામિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ધીરજ કાનજીભાઈ ચાવડા (42) નામના યુવાનને કારખાનામાં
થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ
બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ
હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે