ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ કન્ટેનર ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બિહારના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બુધવારે બપોરના સમયે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે નવયુગ કોલેજ સામે બાપા સીતારામની મઢુલી નજીક
સદભાવના વૃદ્ધાશ્રમનું ટેન્કર હાઈવે વચ્ચે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યું હતું તે દરમિયાન પાછળથી ટ્રક કન્ટેનર અથડાતા કન્ટેનર ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બિહારના વતની ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાય ઉ.42 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું ટંકારા
પોલીસે જણાવ્યું હતું. સાથે જ આ અકસ્માતમાં વૃક્ષને પાણી પીવડાવી રહેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
દેશી દારૂ સાથે:
(1) સજનપરના લાલજી સવજીભાઈ વાઘેલા (2) નસીતપુરના નરેશ કાળુભાઇ ચાવડા (3) નેકનામના જયશ્રીબેન મેરૂભાઇ બાબુભાઇ પરમાર અને

(4) લજાઇના ઘનશ્યામસિંહ જીલુભા ઝાલા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
હથિયાર સાથે:
છત્તર જીઆઇડીસી વિસ્તાર ઝુંપડામાં રહેતા રવિ નટુભાઈ જખાણીયા પાસેથી લાકડાનો ધોકો મળી આવતા કાયદેસર કાર્યવાહી
સર્પાકારે હીરોહોન્ડા ચલાવતા:
ટંકારા ઇન્દ્રપ્રસ્થ-3 માં રહેતા રાકેશ માનસિંગભાઈ ડામોર પોતાનું હીરોહોન્ડા નશો કરી સર્પાકારે ચલાવતા કાર્યવાહી
પીધેલ:
ટંકારા ઇન્દ્રપ્રસ્થ-3 માં રહેતા દેવાભાઇ ખોડાભાઈ રાઠોડ પીધેલ પકડાયા


