કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાલાસણ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો

વાંકાનેર: ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી


બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાનાં મીતાણા ગામે રહેતો દેવાંગ બીપીનભાઈ આદ્રોજા (૧૮) નામનો યુવાન બાઇક લઈને મિતાણાથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં દેવાંગને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યા સારવાર દરમિયાન

તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દેવાંગ આજા વાલાસણ ગામે ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપવા માટે તા ૧૭ ના રોજ બપોરે બે વાગ્યે સ્કૂલે જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માતના આ બનાવના લીધે બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!