પાણીની બોટલનો ઘા કોણે કર્યો? પૂછતાં ધોકો માર્યો
થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં વીસીપરા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર જેઠાભાઇ ધામેચા (ઉ.વ.45) નામનો યુવાન આજે વહેલી સવારે પરિવાર સાથે તરણેતરનો મેળો કરવા ગયો હતો. દરમિયાન મેળામાં ફરતો હતો ત્યારે કોઇએ પાણીનો બોટલનો ઘા કર્યો હતો.


જેથી તેણે પાણીની બોટલ કોણે ફેંકી તેમ પૂછતા આરોપી સુમિત અને મોગલે ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરી મારમારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.