કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા

વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા સમુહ લગ્ન મહોત્સવ વાંકાનેરના લિંબાળાની ધાર ખાતે

તારીખ 13/4/2025 ના રોજ રવિવારે સવારે 8:30 કલાકે મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ મુસ્લિમ સમાજનું પવિત્ર ગંથ કુરાન શરીફની તિલાવત સાથે ઈસ્લામી તોર તરીકા મુજબ 11 દુલ્હા દુલ્હનના એક જ મંડપ નીચે નિકાહના કાર્યક્રમનું આન બાન શાનથી દીકરીને કરિયાવરમાં સોનાના દાણા સાથે કુલ 185 સંપૂર્ણ ઘરવખરી દાતાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મદાર એજ્યુકેશન ટ્રસ્ટના સમૂહ લગ્ન મહોત્સવના આયોજક જહાંગીર બાપુ રાઠોડ તેમજ આરીફ દિવાન, યાસીન રાઠોડ, ઈમ્તિયાઝ બાદી, ઈર્શાદ માથકિયા સહિતના ઓએ સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સૈયદ કરીમ બાપુ જોધપર મસ્જિદના પેશઈમામે કુરાન શરીફની તિલાવત કરી સર્વે મુસ્લિમ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હનની નિકાહ કલમા પઢાવી દુઆઓ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ એન્કરિંગ આરીફ દિવાન પત્રકારે કર્યું હતું….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!