કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મીલ પ્લોટનો યુવાન ધતૂરાના છોડના બી ખાઇ ગયો

પત્ની સાથે બોલાચાલીમાં માઠુ લાગી ગયું હતું

રાજકોટ: વાંકાનેર મીલ પ્લોટમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા ધતૂરાના છોડમાંથી બી લાવીને ખાઇ લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ પ્લોટમાં રહેતાં વિપુલભાઇ દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૬)એ ઘર નજીક ગાડીના પાટા પાસેથી ધતૂરાના છોડમાંથી બી લાવીને ખાઇ લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે…

વધુમાં માહિતી મળે છે કે વિપુલભાઇ ભંગારનો ધંધો કરે છે. તેને સંતાનમાં બે દિકરી છે. પત્નિ સુરેખાએ કહ્યું હતું કે મારી પાસે પતિએ પૈસા માંગતા મેં ના પાડતાં બોલાચાલી થઇ હતી. માઠુ લાગતાં તેણે ધતુરાના બી લાવીને ખાઇ લીધા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!