ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ
વાંકાનેર: અહીંના આરોગ્યનગરમાં રહેતા યુવાનને સાપ કરડી જતા સારવાર અપાઈ હતી, બીજા બનાવમાં ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી જતા ઇજા થઇ હતી.

વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને માલ-ઢોરનું કામ કરતા લાલાભાઈ કરણાભાઈ મુંધવા (ઉ.22) નામના યુવાનને વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ
ટંકારાના ઘુનડા સજનપર ગામે રહેતા બાબુભાઈ પાટડીયાની પાંચ વર્ષની દીકરી ધારા કોઈ કારણોસર સાયકલમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…
