અગાભી પીપળીયાના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના
વાંકાનેર: કુવાડવા રોડ પર ગતરાત્રીના ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક અલ્ટો કાર ધડાકાભેર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં કાર ચાલક અગાભી પીપળીયાના યુવાનનો મોત નીપજ્યું હતું….



જાણવા મળ્યા મુજબ મુજબ વાંકાનેર-કુવાડવા રોડ પર ગતરાત્રીના ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક અલ્ટો કાર નં. GJ 36 R 1494 ધડાકાભેર આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતના બનાવમાં કાર ચાલક અગાભી પીપળીયાના પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ. ૩૬) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. યુવાનના અકાળે અવસાનથી ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે…