સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપી માતા-પિતા ભાગી જતા શોધખોળ
બામણબોર નજીક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં મહિલાને અધૂરા માસે પ્રસુતાની પીડા ઉપડતા ઝનાનામાં ખસેડાઇ હતી
કુવાડવા પાસેના કુચીયાદળ ગામમાં મૈત્રી કરાર કરી રહેતી પુત્રવધૂ અને તેના મિત્રએ પુત્રને લેવાં ઘરમાં ઘુસી પહેલાં તમારા દીકરાની વહુને લઈ ગયો હતો, આજે તેના દિકરાને લઈ જાવ છું’ કહીં વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. જે બનાવમાં એરપોર્ટ પોલીસે પ્રેમી યુગલ સામે ગુનો નોંધી એસસી એસટી સેલ એસીપીએ તપાસ આદરી હતી. બનાવ અંગે રાજકોટના કુચીયાદળ ગામે રહેતાં 57 વર્ષીય પ્રૌઢ રવજીભાઈ ગોવિંદભાઈ વાઘેલાએ નોંધાવેલ ફરીયાદમાં તેમની પુત્રવધૂ સંગીતા ચાવડા અને તેના મિત્ર તેજસ દલપતરામ દેશાણી (રહે. બંને રાજકોટ) નું નામ આપતાં એરપોર્ટ પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરિયાદીએ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીના પુત્ર હરેશના લગ્ન 15 વર્ષ પહેલા સંગીતાબેન ચાવડા સાથે થયેલ હતા. જે દરમિયાન તેઓને સંતાનમાં પુત્ર જીયાન્સનો જન્મ થયેલ છે, લગ્નના થોડા સમય બાદ તેમની પુત્રવધુને તેજસ દેસાણી નામના શખ્સ સાથે મિત્રતા થયેલ હોવાથી તે તેમની સાથે ભાગી ગયેલ હતી. બંને રાજકોટમાં મૈત્રી કરાર કરી રહેવા પણ લાગેલ હતા. જ્યારે ફરીયાદીના પૌત્રની કસ્ટડી તેમના પુત્ર હરેશ પાસે હાલ છે, જે મામલે સંતાનની કસ્ટડી અને છુટાછેડા બાબતે કોર્ટ કેસ હાલ ચાલી રહ્યો છે. તે દરમિયાન ગઈ તા. 23 ના સાંજના સમયે પુત્રવધૂ સંગીતા અને તેનો મિત્ર તેજસ અચાનક જ ઘરે ઘસી આવેલા હતા અને બંને બળજબરી પૂર્વક ફરિયાદીના પત્ની પાસે રહે તેમના પુત્રને લઈ જવા માટે દબાણ કર્યું હતું, જે ફરિયાદીને પત્નીએ પૌત્રને લઈ જવાની ના પાડતા આરોપી જ્યેશે પ્રોઢાના વાળ પકડી ઘરની દીવાલની સાથે માથું ભટકાવેલ હતું તેમજ સંગીતાએ પ્રૌઢાને બેફામ ગાળો આપી હતી.
જે દરમિયાન ફરીયાદીએ બંને આરોપીને બાળકોની કસ્ટડીનો કેસ કોર્ટમાં કેસ ચાલુ હોય જેનો ચુકાદો આવ્યા બાદ તમે લોકો કેસ જીતો પછી પુત્રને લઈ જજો તેમ વાત કરતાં આરોપી તેજસ ઉશ્કેરાઇ જઈ પ્રૌઢનો કાંઠલો પકડી ધક્કો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કહેલ કે, પહેલાં તમારા દીકરાની વહુને લઈ ગયો હતો, આજે તેના દિકરાને લઈ જાવ છું, જે થાય તે કરી લેજો અને હવે વચ્ચે પડ્યા તો જાનથી મારી નાંખીશ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસસી એસટી સેલ એસીપી સી.એમ.પટેલ અને ટીમે તપાસ આદરી હતી.
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપી માતા-પિતા ભાગી જતા શોધખોળ
રાજકોટ શહેરના ઝનાના હોસ્પિટલમાં એક શ્રમિક મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું મૃત્યુ થતા તેની માતા અને પિતા બાળકને મૂકી ભાગી ગયા હતા. આ અંગે હાલ એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકના માતા અને પિતાની શોધખોળ કરી કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ,ચોંટીલા અને બામણબોર પાસે રસ્તાનું કામ કરતા સજનબેન ગોરધનભાઈ ડામોરને પ્રસૂતાની પીડા ઉપાડતા ગઈ તા.23ના રોજ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓએ મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો અને જન્મ આપ્યાના ગણતરીની મિનિટોમાં જ બાળકનું મોત નીપજ્યું હતું.તબીબોએ જણાવ્યું હતું કે બાળકનો જન્મ સાત મહિને થયો હોય અને નબળું હોય જેથી તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ બાળકનો મૃતદેહ હોસ્પિટલમાં જ મૂકી તેમના માતા અને પિતા ક્યાંક જતા રહ્યા હોય તબીબોએ તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકના માતા અને પિતાની શોધખોળ માટે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી છે.

