લુણસરના ધોરિયાણી પરિવારમાં શોક
યુવતીએ કેરોસીન પી લીધું
વાંકાનેર: તાલુકાના લુણસર ગામના વૃદ્ધે તેઓના હાલના મોરબીના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેથી તેમનું મોત નીપજેલ છે.


મળેલ જાણકારી મુજબ, મૂળ વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જ્યોત પાર્ક વિસ્તારમાં બ્લોક નંબર બી-૪ માં એપાર્ટમેન્ટમાં રહેતા ખોડીદાસભાઈ ધનજીભાઈ ધોરિયાણી પટેલ (ઉમર ૭૪) એ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આજે તા.૧૨-૧૨-2025 ના રાત્રિના બે વાગ્યાના અરસામાં પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી




તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, બનાવ સંદર્ભે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પારિવારિક પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે મૃતક ખોડીદાસભાઈ ધોરિયાણીને છેલ્લા કેટલાક સમયથી હરસની બીમારી હતી અને બે મહિના પહેલા હરસ બાબતે ઓપરેશન પણ કરાવ્યું હતું. છતાં પણ અસહ્ય દુ:ખાવો રહેતો હોય તેની પીડાથી કંટાળી જઈને તેઓએ આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.
યુવતીએ કેરોસીન પી લીધું
વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રેસી સેનેટરીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુમકુમબેન મહેન્દ્રભાઈ (ઉ.19)એ કોઈ કારણોસર કેરોસીન પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી

