કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત

મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં સરકાર દ્વારા કુલ 46 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 44 શિક્ષકો સમયસર હાજર થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ તમામ શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને નોકરીના પ્રથમ દિવસથી લઈને નિવૃત્તિના દિવસ સુધી સતત શીખતા રહે અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે શાળાઓને “નંદનવન” બનાવે.શિક્ષણ નિરીક્ષક પ્રવીણભાઈ અંબારીયાએ મોરબી જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષથી વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી અને SSC ના પરિણામમાં પણ મોરબી જિલ્લાને નંબર-1 બનાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોરબીના પ્રાચાર્ય વિજયભાઈ સુરેલીયા અને વર્ગ-2 અધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા તથા શ્રી ભરતભાઈ વીડજા આ મહાનુભાવોએ પણ નવનિયુક્ત શિક્ષકોને તેમની કારકિર્દીના આ મહત્વના દિવસે પ્રેરક અમૃતવચનો આપ્યા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ મેહુલભાઈ દેથરીયા અને મહામંત્રી હર્ષદભાઈ બોડા પણ હાજર રહ્યા હતા. તેમણે સંઘ વતી નવનિયુક્ત શિક્ષકોને યાદગીરી સ્વરૂપે બોલપેન ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક એન.વી. પટેલ, એસ.આર. બાદી, ફાલ્ગુનીબેન ગોસ્વામી, દીપલબેન મકવાણા અને વહીવટી કર્મચારી હિરેનભાઈ સાણજા, સતિષભાઈ ધાનજાએ શિક્ષકોને નિમણૂક પત્ર આપવા માટેની તમામ વહીવટી પ્રક્રિયા સુચારુરૂપે પૂર્ણ કરવાની કામગીરી સંભાળી હતી.કાર્યક્રમના અંતે, નવનિયુક્ત શિક્ષકોએ પણ આ પ્રસંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણ નિરીક્ષક પ્રવીણભાઈ અંબારીયાએ કુશળતાપૂર્વક કર્યું હતું.આ કાર્યક્રમ મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવા પ્રાણ પૂરનાર અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!