આડો રાખેલો હાથ લઇ લેવાનું કહેવાની માથાકૂટે બાપ-દીકરો દવાખાનામાં
વાંકાનેર: નવા પરાના છેડે રહેતા બાપ-દીકરાને સામાન્ય બાબતે ઝઘડો થતા લાકડી વડે ફટકાર્યા હતા. ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવારમાં છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવા પરાના છેડે રહેતા ચીનાભાઇ જેમાભાઈ કડીવાલ (ઉંમર વર્ષ 65) અને તેનો પુત્ર વિષ્ણુ (ઉંમર વર્ષ 25) ગઈ કાલે બપોરે બે વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે સામેવાળા દેવાંગ, જાદવ, મનોજ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને લાકડી વડે માર મારતા ઈજા થતાં પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તેઓએ આક્ષેપ સાથે જણાવ્યું કે, વિષ્ણુ કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયો હતો જ્યાં દેવાંગ કરિયાણાની દુકાનમાં આડો હાથ રાખીને ઉભો હતો વિષ્ણુ હાથ લઇ લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં દેવાંગ અને તેની સાથેના લોકો ઝઘડો કરવા માટે આવ્યા હતા અને માર માર્યો હતો. વાંકાનેર સિટી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….