કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો દાખલ

અકસ્માત કરી વાહન લઇ નાસી છૂટ્યો

વાંકાનેર: તાલુકાના નવા ભલગામ ખાતે પોતાની માતાના ખબર અંતર પુછવા ગયેલ ત્યાંથી જુના ભલગામ ઘરે ચાલીને આવતા હતા અને રામદેવ પીરના મંદિર પાસેથી હાઇવે રોડ ક્રોસ કરતા હતા, ત્યારે બાઉન્ટ્રી તરફથી કોઇ અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઇથી વાહન ચલાવી ચાલીને જતા શખ્સને હડફેટે લેતા અને ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવી પોતે વાહન લઇ નાશી ગયેલ હતા, મરણ જનારના દીકરાએ ફરીયાદ નોંધાવી છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ રહેતા અને હિરાસર એરપોર્ટ ખાતે હાઉસ કીપીંગમાં નોકરી કરતા આશિષભાઇ જગુભાઇ હમીરભાઇ બેડવા (ઉ.વ ૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ત્રણ ભાઇઓ જેમાં સૌથી મોટો હું, નાનો સંજયભાઈ (ઉ.વ.૧૯) જે રાજકોટ ખાતે બી.એ. ડાંગર કોલેજ ખાતે અભ્યાસ કરે છે અને સૌથી નાનો સંદિપભાઈ (ઉ.વ. ૧૭) મહિકા ગામ ખાતે જીનીયસ સ્કુલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે તા.૦૭/૦૩/૨૦૨૬ ના હું બામણબોર હિરાસર એરપોર્ટ ખાતે હતો, ત્યારે રાત્રીના મને મારા કાકા મોહનભાઇનો ફોન આવેલ કે

‘તારા પિતા જગુભાઇ રામદેવપીરના મંદીર પાસેથી રોડ ક્રોસ કરી જુના ભલગામ તરફ આવતા હતા ત્યારે વાંકાનેર બાઉંટ્રીથી વાંકાનેર તરફ જતા કોઇ અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા થયેલ હોય અમો તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જઇએ છીયે’ હું સરકારી હોસ્પિટલ ખાતે આવેલ હતો અને ત્યાં મારા પિતા ઇમરજન્સી રૂમમાં રાખેલ હતા અને મારા કાકા ઉપરાંત, મોટા બાપુના દિકરા અજિતભાઈ તથા પરીવારના સભ્યો હાજર હતા, મારા કાકા મોહનભાઇએ મારા પિતા મરણ ગયેલ હોવાનુ જણાવેલ, બનેલ આ બનાવ અંગે પોલીસ ખાતાએ ગુન્હો-ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧)એમ.વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!