કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો

આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ હશે.

બીરબલ અકબરનો ખૂબ જ પ્રિય મંત્રી હતો અને તેના નવ રત્નોમાંનો એક હતો. જોકે, બિરબલનું મોત અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન થયું હતું. બાદશાહ અકબરની ભૂલના કારણે તેમને ગુમનામીનું મોત મળ્યું હતું. તેમના મૃત્યુ પછી પણ તેમના જીવિત હોવાની અફવાઓ ઉડતી રહી. જોકે, બીરબલનો મૃતદેહ ક્યારેય મળી શક્યો નહીં. આવો જાણીએ કેવી રીતે બીરબલનું મોત થયું હતું.

શમી ઝમાનના પુસ્તકમાં અપાઈ માહિતી
શમી ઝમાનના પુસ્તક ‘અકબર’માં પણ બીરબલની છેલ્લી વખતની માહિતી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે અફઘાનિસ્તાનના સ્વાત અને બાજૌરમાં કેટલાક આદિવાસીઓએ આતંક મચાવ્યો હતો. લોકો તેમની લૂંટફાટથી પરેશાન હતા. અકબરે સૌ પ્રથમ પોતાના એક સેનાપતિ ઝૈનખાન કોકાને એ કબીલાના લોકો પાસેથી લોખંડ લેવા મોકલ્યો હતો, પરંતુ તેનો પરાજય થયો હતો.કોકાએ અકબરને મદદ માટે એક પત્ર લખ્યો હતો જે પછી અકબરે બીરબલને યુદ્ધ માટે મોકલવાનો નિર્ણય કર્યો, જે ખૂબ ખોટો સાબિત થયો કારણ કે બીરબલ જેટલો વહીવટી કાર્યમાં પારંગત હતો તેટલો યુદ્ધમાં નહોતો.

કેવી રીતે થઈ બીરબલની હત્યા
એવું કહેવામાં આવે છે કે કોકાએ બીરબલ સામે કાવતરું ઘડ્યું હતું. બંને વચ્ચે પહેલાથી જ અણબનાવ હતો. બીરબલ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને પહાડ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે અફઘાન આદિવાસીઓના હુમલામાં બીરબલનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે બીરબલ પથ્થર નીચે દટાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

બીરબલના મોત બાદ અકબરે શું કર્યું
અબુલ ફઝલે અકબરનામામાં જણાવ્યું હતું કે બીરબલના મૃત્યુ બાદ અકબરને ખૂબ જ દુઃખ થયું અને તે ઉદાસ રહેવા લાગ્યાં હતા. દિવસો સુધી તેમણે ખાધું નહોતું અને બીરબલના મોતનો ગમ મનાવ્યો હતો.

નહોતી મળી બીરબલની લાશ
બીરબલનો મૃતદેહ તેના મૃત્યુ પછી પણ મળ્યો ન હતો. અકબરે પાછળથી નક્કી કર્યું હતું કે તે બીરબલનો મૃતદેહ શોધવા માટે અફઘાનિસ્તાન જશે, પરંતુ લોકોએ તેને દિલાસો આપીને અટકાવ્યા હતા. પાછળથી એવી અફવાઓ ઉડતી રહી કે બીરબલ જીવતો છે અને હવે તે સાધુના વેશમાં રહેવા લાગ્યો છે. જોકે તે મળ્યો નહોતો અને આખરે માની લેવાયું કે બીરબલનું મોત થયું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!