કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તિથવાથી પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીની લાશ મળી

તિથવાથી પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીની લાશ મળી

નિર્વસ્ત્ર હાલત : ગુપ્ત ભાગે ઈજાના નિશાન

તિથવા ગામે રહેતા પરિવારને ફોન કરી પ્રેમીએ કહ્યું ‘તમારી દીકરી મરી ગઈ છે’
કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી

વાંકાનેર: તાલુકાના તિથવા ગામેથી પ્રેમી સાથે યુવતી 12 દિવસ પહેલા ભાગી ગઈ હતી. જેની કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બાદમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને ફોન કરી ‘તમારી દીકરી મરી ગઈ છે’ તેમ કહેતા પરિવારજનો દોડી આવ્યા હતાં. યુવતી ઓરડીમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી અને તેના ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોય અને તબીબો દ્વારા ઝેર પીધાની શંકા પણ વ્યકત કરવામાં આવતાં મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું છે. જ્યારે પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળ્યા મુજબ, મુળ મધ્યપ્રદેશના જાબુંઆ ગામના વતની અને હાલ વાંકાનેરના તિથવા ગામે કુટુંબ સાથે રહેતાં જોગાભાઈ ભુરીયાની 18 વર્ષની પુત્રી શરમા ગત તા.3-3-2026 ના રોજ ગુમ થઈ જતાં કુટુંબીજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુટુંબીજનો વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતાં. પોલીસ દ્વારા યુવતીના ડોકયુમેન્ટ માંગવામાં આવતાં યુવતીના ડોકયુમેન્ટ વતનમાં પડયા હોવાથી પરિવાર મધ્યપ્રદેશ ડોકયુમેન્ટ લેવા માટે ગયો હતો. દરમિયાન તપાસ કરતાં તેમની પુત્રીને મુળ મધ્યપ્રદેશનો જ વતની બુસા રાઠોડ નામનો શખ્સ ભગાડી ગયો હોય અને તે કુવાડવાના રફાળા ગામે હંસરાજભાઈ સેલડીયાની વાડીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન તા.15 નાં રાત્રે બુસાએ યુવતીના પરિવારને ફોન કરી ‘તમારી દીકરી મરી ગઈ છે’ તેમ જણાવતાં પરિવારજનો અહિં આવવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં જ ફરી ફોન આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. પરિવારજનો રાજકોટ સિવિલમાં પહોંચ્યા હતાં. પ્રાથમિક તપાસમાં યુવતીની રફાળા ગામે સરપંચ હંસરાજભાઈ સેલડીયાની વાડીની ઓરડીમાંથી લાશ મળી આવી હતી. ત્યારે યુવતી નિર્વસ્ત્ર હાલતમાં હોવાનું અને તેના ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તબીબો દ્વારા પણ યુવતીના શરીર ઉપર ઈજા હોવાનું અને તેને ઝેરી દવા પીધાની શંકાના આધારે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સી પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી હતી. જેથી પરિવારજનો દ્વારા પુત્રીની હત્યા નિપજાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવતીને ભગાડી જનાર તેના પ્રેમી બુસાને કુવાડવા પોલીસે સકંજામાં લઈ સઘન પુછપરછ હાથ ધરી છે. મૃતક શરમા ત્રણ ભાઈની એકની એક મોટી બહેન હોવાનું અને તેના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!