કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વર્તન

પત્નીનો ઠપકો સહન ન થયો: પતિએ પીધી ઝેરી દવા

વાંકાનેર: સીમાડે આવેલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું… મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ…

નવાપરાનો શખ્સ વર્લીફીચરના આંકડામાં પકડાયો

વાંકાનેર: નવાપરામાં રહેતો એક શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરામાં રહેતા વિનુભાઈ મોહનભાઇ દેગામા (ઉ.51) ને પોલીસ ખાતાએ ધર્મ ચોક એસ પી પણ પાસેથી જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા…

પતિને શંકા હોવાથી બાળકને ત્યજી દીધેલું !

મિતાણા ગામના બ્રીજ નીચેથી દંપતી પકડાયું ઘુનડા (સ.) ગામની સીમમાંથી નવજાત મળવા મામલે ખુલાસો ટંકારા: તાલુકાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ કારખાના પાસે જમીનમાં દાટી દિધેલ હાલતમાં જીવીત બાળક મળી આવ્યુ હતુ જેથી પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને બાળકને…

સરધારકામાં વાડામાંથી લાકડાના ઢગલાની નીચે ‘ઈંગ્લીશ’

વાંકાનેર: તાલુકાના સરધારકા ગામેથી પોલીસ ખાતાએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડીને એક શખ્સ સામે કાયદેસર કાર્યવાહી કરી છે…. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સરધારકા બી.પી.એલ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ અશોકભાઈ વાટુકીયા (ઉ.24) એ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર…

ગણેશપરમાં જમીનના ઝઘડામાં માર માર્યાની ફરિયાદ

ટંકારા: ગણેશપર ગામમાં જમીનના ઝઘડામાં એક શખ્સને માર માર્યાની ત્રણ જણા સામે ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામના ધર્મેશભાઇ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૩) ફરિયાદમાં લખાવેલ છે કે આજથી છએક મહિના પહેલા ગણેશપર ગામમાં અમારા કબજા ભોગવટાવાળી જગ્યા…

મહિકા ગામે મારામારીમાં આઘેડને ઈજા

બીજા બનાવમાં દીઘલીયા ગામે એક મહિલાને ઇજા વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા આઘેડને અને દીઘલીયા ગામે એક મહિલાને મારામારીમાં ઇજા થયાના સમાચાર મળ્યા છે… મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા રમેશભાઈ કરસનભાઈ લોરીયા નામના 48 વર્ષના આઘેડને તેના…

ધારાસભ્યશ્રી જીતુભાઇ ! તમને આ શોભતું નથી

દિનપ્રતિદિન સત્તાપક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં લોકશાહીનું ચીરહરણ કરતાં બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરમાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાની અણઘડ કામગીરી બાબતે જનતાના પ્રશ્નોને વાચા આપતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર સાથે…

ધર્મનગરમાં પરણીતાનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો

વાંકાનેર: મૂળ માળીયા હાટીના જી.ગીર સોમનાથના હાલ વાંકાનેર ધર્મનગરમાં રહેતા એક પરણીતાએ કોઈ પણ કારણોસર માનસીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય ફરીયાદ થઇ છે……

શરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યા

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

જીયાણા ગામની સીમમાં મહિલાના પતિ ઉપર પણ હુમલો રાજકોટ: તાલુકાના જીયાણા ગામે પતિ સાથે વાડી વાવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેની સાથે મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પતિએ પોલીસને…

તરકીયા સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

એક મહિલા સહિત ત્રણ જણા આરોપી વાંકાનેર: તરકીયા ગામની સીમમા જરીયા મહાદેવ વાળા મારગે વાડી પાસે આવેલ વોકળામા ગે.કા.રીતે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવનાર સામે પોલીસ કાર્યવાહી થઇ છે અને એક…

ટંકારાના સ્પા સંચાલકની જાહેરનામા ભંગ સબબ ધરપકડ

મોરબી: અહીં સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર આવેલ સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય બંને સ્પાના સંચાલકોની સામે મોરબી…

લજાઈ: ગોડાઉનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

  ટંકારા: તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન) માં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફુલ-૬ ઇસમોને રોકડા ૧,૬૩,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૬,૯૩,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા…. ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાની સુચના મુજબ…

ક્રિકેટ મેચ પર જુગાર રમવા અંગે કાર્યવાહી

કાશીયાગાળાના શખ્સ પર કેફી પીણુ પીવાનો ગુન્હો વાંકાનેર: અહીં જાપા શેરીમાં રહેતા એક શખ્સને રસાલા રોડ પરથી ક્રિકેટ મેચમાં ટીમની હારજીત અને સેસનમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડેલ છે, અન્ય એક નામ ખુલતા તેની પર પણ કાર્યવાહી કરવામાં…

મંદીરના ઓટા પર બેસવા બાબતે બખેડો થયો

વાંકાનેર: પરશુરામ પોટરી વિસ્તારમાં શેરીમા આવેલ હનુમાન મંદીરના ઓટા પર બેસવા બાબતે ગાળો બોલી ઇટનો ધા કરી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર પરશુરામ પોટરી ડો, દેલવાડીયા સાહેબના દવાખાના વાળી શેરીમાં રહેતા જમનાબેન શૈલેષભાઇ બાબુભાઇ સોલંકી (ઉવ.૪૨)…

બોલાચાલી કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ

વાંકાનેર: મોટા ભોજપરા વાદિ વસાહતમાં રહેતા બે વ્યક્તિઓ અહીં કોર્ટ રૂમ બહાર લોબીમાં બોલાચાલી કરી કોર્ટ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા હોવાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ સંજયભાઇ જેસંગભાઇ બોરીચાએ ફરીયાદમાં નોંધાવેલ છે કે તા-૦૧/૦૪/૨૦૨૫ ના રોજ…

મગજની બીમારીથી કંટાળીને દિવાનપરાના યુવાનનો આપઘાત

વાંકાનેર: અહીં દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાની મગજની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો…. જાણવા મળતી માહિતી મુજબ દિવાનપરા વિસ્તારમાં રહેતા નીમરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને પોતાના ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત…

મીતાણા ગામે ક્રિકેટ મેચ પર જુગાર અંગે પકડાયા

ટંકારા: તાલુકાના મીતાણા ગામે ક્રિકેટ મેચ પર જુગાર અંગે ત્રણ જણા સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ (1) કિશનભાઇ મગનભાઇ વાંક (2) સાગર લાખાભાઇ બસિયા અને (3) વિક્રમ જેઠાભાઇ બસિયા રહે. બધા મિતાણા સામે એકબીજા સાથે…

ગ્રીનચોક પાસેથી વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: ગ્રીનચોક ગાંજા ગલ્લીમા વર્લી ફીચરના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે… પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી અનુસાર પોલીસ ખાતાને બાતમી મળેલ કે યુશુબ યાકુબભાઈ ભટ્ટી (રહે. નવાપરા પેટ્રોલ પંપ પાસે રહેતા વાંકાનેર) ભુખરા કલરનો ચેક્સ વાળો શર્ટ પહેરેલ…

વરલી જુગારની ત્રણ રેડ: રોકડ સાથે શખ્સ પકડાયા

વાંકાનેર: શહેર અને તાલુકામાં વરલી જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે આરોપીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી… જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મીલ પ્લોટ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે…

નવા રાજાવડલામાં બાઈક ચાલકે મહિલાને પાઇપ ફટકાર્યો

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં એક મહિલાએ મોટર સાયકલ લઈને શેરીમાં અવારનવાર નીકળવાની ના પડતા ચાલક ઉશ્કેરાઇ જઈ ઝપાઝપી કરી હાથ ઉપર પાઇપ મારતા ફેક્ચર જેવી ઇજા કર્યાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલાના જયાબેન સવજીભાઇ ડેડાણીયા (ઉ.વ.૫૦) ફરીયાદમાં…

નાના ખીજડીયામાં મારી નાખવાની બીકે યુવાને ફિનાઈલ પીધું

ટંકારા: તાલુકાના નાના ખીજડીયા ગામે એક શખ્સને માર મારતા- મારી નાખવાની બીક લાગતા જાતે ફિનાઈલ પી લીધાનો બનાવ બનેલ છે. બનાવ પાછળ આજથી આશરે બે મહિના પહેલા આરોપી હિમેશના મામા ઉપર મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરિયાદીએ કરાવેલ છે…

ટ્રક કન્ટેનરની પાછળના ભાગે યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કન્ટેનરની પાછળના ભાગમાં જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો …. જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ગાંધીધામ કચ્છ આર્કેડ ખાતે સિવાય લોજિસ્ટિકમાં રહેતા અને…

પીપળીયા રાજ: મકાન બનાવવા રૂપિયાના ન હોય આપઘાત

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેના વતનમાં મકાન નવું બનાવવું હતું પૈસા ન હોવાથી વાડીની ઓરડીની અંદર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું… જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી…

ધુનડા(સ)ની સીમમાંથી તાજુ જન્મેલ બાળક મળ્યું

અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દીધું ટંકારા: પોલીસ સ્ટેશને આવેલ ફોનના આધારે ધુનડા(સ)ની સીમમાંથી તાજુ જન્મેલ બાળક કે જેને ગુલાબી કલરના કપડા પહેરાવેલ છે અને જેની ઉપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ તે મળી આવતા બાળકને…

જાહેરનામાનો ભંગ: ભાટિયા સોસાયટીનો શખ્સ દંડાયો

નવા બસ સ્ટેશન પાસે રહેતો શખ્સ પીધેલ હાલતમા બાઈક ચલાવતા વાંકાનેરમાં ગાયત્રી મંદિર સામે માફાતિયાપરા વિસ્તારમાં મહિલાના કબજા ભોગવટાવાળી મિલકત તેને કોઈપણ પ્રકારના ભાડા કરાર વગર ભાડે આપેલ હતી અને તે અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી જેથી…

ચોરાઉ બાઈક સાથે માટેલમાં રહેતો શખ્સ પકડાયો

વાંકાનેર: માટેલમાં રહેતો એમપી નો શખ્સ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા તથા જયદીપભાઇ દેવસુરને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે…

ગણેશપરમાં ફેન્સીંગ બની ઝઘડાનું કારણ: માર માર્યો

ટંકારા: અગાઉ ફેન્સીંગ (તારની વાડ) કરેલ હોય જે બાબતે બોલાચાલી થયેલ જે બાબતે એક બીજાની મદદગારી કરી માર મારવાની કુલ પાંચ સામે ગણેશપરના ખેડૂતે ફરિયાદ કરી છે…. જાણવા મળ્યા મુજબ ગણેશપરના બળવંતભાઇ દેવજીભાઇ દેવડા (ઉ.વ.૪૮) ફરીયાદ કરેલ છે કે આજથી…

નસીતપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ પકડાયા

સરાયા ગામે બહુચર માતાજીના મંદિરમાં સોના-ચાંદીની વસ્તુઓની ચોરી ટંકારા: તાલુકાના નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે કંટાન પાથરી ત્રણ ઇસમો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે….. જાણવા મળ્યા મુજબ નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના…

ચોટીલા હાઇવે પરની બે હોટલો પરથી જવનશીલ પદાર્થ મળતા સીલ

ઠીકરીયાળી અને ખેરડીના આરોપીની ધરપકડ માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત ચોટીલા: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને ૧૧ કલાક…

ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી બાબતે વળતી ફરિયાદ

નાની વાતમાં સામસામી ફરિયાદમાં કુલ આઠ આરોપી વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે થયેલ બબાલમાં ચાર આરોપીઓ સામે વળતી ફરિયાદ થઇ છે…. વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ કન્સટ્રક્શનનો ધંધો કરતા ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયામાં રહેતા…

છેડતી રોકવા વચ્ચે પડનાર સરોળીના યુવકની હત્યા

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત થાનમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શખ્સ યુવતીની છેડતી કરી રહ્યો હતો એવામાં એક યુવક વચ્ચે પડતા તે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે… સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી…

માર મારતા પત્ની રિસાઈ જતા યુવાનનો ગળાફાંસો

વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક યુવાનને તેના પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે યુવાને તેની પત્નીને માર માર્યો હતો જેથી યુવાનની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને…

મકાન કલરકામનું પાણી શેરીમાં નીકળતા બબાલ થઇ

ભાટીયા સોસાયટીમાં રહેતા મૌલાનાને માર પડયો વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં મકાનમાં ચાલતા કલરકામનું પાણી શેરીમાં નીકળતા પાડોશી મહિલાએ આ બાબતે ના પાડતા પછીથી મહિલા અને તેના બે પુત્રો તથા બીજા એકે કલરકામ કરાવનાર મૌલાનાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… વાંકાનેર સીટી…

નવાપરામાં મારામારીમાં મહિલાને ઇજા: સારવારમાં

મિલપ્લોટના યુવાનનો બાઈક સ્લિપનો અકસ્માત વાંકાનેર: અહીં નવાપરામાં થયેલ મારામારીમાં મહિલાને અને મિલપ્લોટના એક યુવાનને બાઈક સ્લિપમાં ઇજા થતા સારવારમાં છે…. અખબારી અહેવાલો મુજબ નવાપરામાં આવેલ વાસુદેવ મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા મનીષાબેન કાનજીભાઈ કુનપરા (ઉ.28) નામની મહિલાને…

વીજ કનેક્શન કાપવાના મુદ્દે ઝપાઝપીની ફરિયાદ

વાંકાનેર: રાતીદેવરીના ત્રણ જણા સામે લાઈટબિલના બાકી પૈસા નહીં ભરતા કપાયેલ વીજ કનેક્શન અંગે બોલાચાલી કરી, ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કર્યાની પીજીવીસીએલ કર્મચારીએ ફરિયાદ કરેલ છે…. વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ પી.જી.વી.સી.એલ.માં નોકરી કરતા મુળ બોટાદના હાલ…

વર્લીફીચરના આંકડા લખતા બે ને પકડતી પોલીસ

વાંકાનેર: આર.કે.નગર અને નવાપરાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે…. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ વાંકાનેર આર.કે.નગર વાસુકી મંદિર પાસે નવાપરામાં રહેતા લાલજીભાઈ ભગવાનજીભાઈ કુણપરા (ઉ.34) વાંઢા લીમડા ચોકમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ,૬૩૦/-ના મુદ્દામાલ…

ટ્રકોની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરતા માથકમાંથી પકડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરેલો જથ્થો હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મળી આવ્યો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલા ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની…

મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવ્યું

જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે વાહન અથડાયુ વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર હોટેલ પાછળ રહેતી મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અને જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે કોઈ વાહન અથડાતા ઇજા થતા દવાખાનામાં દાખલ છે…જાણવા મળ્યા…

તીથવા કોળીવાસમાં જુગાર રમતા ત્રણ પકડાયા

માટેલ-શેખરડીના શખ્સ સર્પકારે વાહન ચલાવતા વાંકાનેર: તીથવા ગામે કોળીવાસમાં જુગાર રમતા ત્રણ આરોપીને અને નશો કરી વાહન ચલાવતા માટેલ તથા શેખરડીના આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ આરોપીઓ (૧) જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (ઉ.વ.૩૮) રહે. વાંકાનેર નવાપરા નીશાળની સામે…

જોધપર (ખારી) ગામે મજૂરીના પૈસાને બદલે ઝાપટો

વાંકાનેર: તાલુકાના જોધપર ખારી ગામે રહેતા મહિલા પાસેથી સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે મહિલાના દિકરા સાથે ઝઘડો કરી મહિલાને વાળ ખેંચીને ઝાપટો મારીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને લાકડાનો ધોકો માર મારીને ઈજા કરી હતી ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની…

પત્નીએ “તમે રખડો છો” કહેતા વૃદ્ધનો આપઘાત

માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા વાંકાનેર: માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા યુવાનને બાઈક હડફેટે ઇજા થતા સારવારમાં છે અને નસીતપર ગામે વાડીએ રહી મજૂરી કરતા વૃદ્ધને પત્નીએ “તમે રખડો છો” કહેતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… ટંકારા…

તીથવામાં રીક્ષા ડ્રાઇવર પર તલવાર- છરીથી હુમલો

ગોંડલના છ આરોપી સામે ફરિયાદ વાંકાનેર: તીથવામાં બાજુમાં રહેતા પાડોશીને તેની પત્ની સાથે ઝઘડો કરેલ હોય જેથી તેની પત્નીના પિયર વાળાને ગાળો બોલવાની ના પાડતા રાત્રિના વાહનમાં સામેવાળા આવી રીક્ષા ડ્રાઇવરને તલવાર- છરી મારી અને ઘરે આવેલ બનેવી- બહેનને તથા…

જીનપરા વિસ્તારના યુવકનો રેલ્વે ટ્રેક પર આપઘાત

મરણ જનાર ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા હતા વાંકાનેર: અહીંના જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજ પહેલા રાત્રિના વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવર તરીકે છૂટક મજૂરી કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મૂકી…

ઓળ/ રાતાવીરડાના શખ્સ જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ઓળ અને રાતાવીરડાના શખ્સ જુગાર રમતા પકડાયા છે….. જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ પરથી (1) હિતેશભાઈ બાબુભાઈ કુનતીયા (ઉ.19) ગામ. ઓળ અને (2) બેચરભાઈ ભાણજીભાઈઉકેડીયા (ઉ.23) ગામ, રાતાવીરડા વાળાને જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત…

માર્કેટ ચોક નજીક વર્લીફીચરના આંકડા લખતા પકડાયા

છરી સાથે પકડાયા વાંકાનેર: માર્કેટ ચોક નજીક વાણંદ સમાજની વાડી પાસેથી વર્લીફીચરના આંકડા લખતા અને જીનપરા જકાતનાકા પાસેથી એક શખ્સને પોલીસ ખાતાએ છરી સાથે પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નાગરીક બેંક સામે માર્કેટ શેરીમાં રહેતા મુકેશભાઈ જગજીવનભાઈ ભલગામડીયા અને…

મિલ સોસાયટીમાં પરિણીત મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: શહેરની મિલ સોસાયટીમાં રહેતી પરિણીત મહિલા પર તેનો પતિ શક વહેમ અને ઝઘડો કરતો હોય, જેનાથી કંટાળી પરણીતાએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા હાઉસિંગ બિલ્ડીંગમાં…

મહીકા ગામે દુકાનના તાળા ફંફોળતા બે પકડાયા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રાત્રીના બંધ દુકાનના તાળા ફંફોળતા શંકાસ્પદ હાલતમાં બે જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ મહીકા ગામેથી કોલેર વિજયભાઈ શીવાભાઈ ચાવડાએ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે એક શંકાસ્પદ વ્યકતીને પકડીને મહીકા ગામે બેસાડેલ છે. પોલીસ મદદની…

છાતીમાં છરી મારવાની ફરિયાદ દાખલ થઈ

વાંકાનેર: અહીં વૃંદાવન પાર્કમાં રહેતા એક શખ્સને પ્રસંગમા જમતી વખતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોગ્યનગરના ધા૨ પર ગાળો આપવા લાગેલ, ગાળો આપવાની ના પાડતા ઘરે જઇ છરી લઇ આવીને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ બનેલ છે……

રાતીદેવડીમાં પિતા-પુત્ર ઉપર 4 શખ્સોનો હુમલો

વાંકાનેરના રાતી દેવડી ગામે બે દિવસ પૂર્વે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવી પિતા પુત્ર ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત…

દાહોદવાસીની વાડીમાંથી ઈંગ્લીશ દારૂ પકડાયો

ટંકારા: તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૪૦ કબ્જે કરેલ છે. હવે આદિવાસી પણ ઈંગ્લીશ દારૂ વેચવા મંડયા છે…. જાણવા મળ્યા મુજબ સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ મચ્છુ મંદિરની સામેની વાડીની ઓરડીમાંથી…

વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરી કરનાર ઝડપાયો

રૂ. ૧ લાખ અને ચાંદીના સિક્કા નંગ ૧૦ રીકવર વાંકાનેર અને મોરબીમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી લઈને રોકડ રૂ ૧ લાખ અને ચાંદીના સિક્કા ૧૦ નંગ કીમત રૂ ૨૫ હજાર મળીને કુલ…

ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં ઝેરી દવા પીઘી

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો કંપનીમાં રહેતો યુવાન ઓનલાઈન ગેમમાં હારી જતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું… જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર…

ટ્રેન હડફેટે રાતીદેવડીના વ્યક્તિનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં બ્રહ્મસમાજ સોસાયટી નજીક રેલવે ટ્રેક ઉપર કૂદકો મારતા ટ્રેન હડફેટે આવી જતા રાતીદેવડી ગામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેન આવતા…

મીલ સોસાયટીમાં જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પાંચ જણાને પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા (1) વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા (ઉ.55) રહે. મીલ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે…

બાઉન્ડ્રી પુલ નીચેથી રિવોલ્વર સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચેથી વાંકાનેર તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે હાલમાં વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી… મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – ચોટીલા…

ક્રિપ્ટો કૌભાંડ: ભોગ બનનારાઓમાં ઝુબેર અને ઉર્વેશ બાદીના નામ

કંપનીના માલિક અને ભાગીદારો સામે ગુનો નોંધવા રોકાણકારોની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત ક્રિપ્ટો કૌભાંડમાં ફસાયેલા નાણાંના નામોમાં વાંકાનેર તાલુકાના બાદીના નામ આવતા મોમીન સમાજમાં સનસનાટી ફેલાઈ ગઈ છે આ લોકો ક્યા ગામના છે, એની તો કોઈ માહિતી મળી નથી, પરંતુ…

રાતડીયામાં પ્રેમ સંબંધના ખારે યુવાન પર હુમલો

વાંકાનેર: તાલુકાના રાતડીયા ગામના વોકળા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જે યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો તેની માતા સહિતના બે વ્યક્તિઓએ તે યુવાનને રોકીને ગાળો આપી હતી અને ધારિયા વડે હુમલો કરી માર માર્યો…

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા…

મહિકાના ડોક્ટર પર અમદાવાદમાં છરીથી હુમલો

દર્દીને ઈજા હોવાથી પોલીસ કેસનો મામલો છે અને સર્જન નહીં હોવાનું કહી સારવારની ના પાડી હતી વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં રહેતા ખેડુતપુત્ર કે જે અમદાવાદમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પર છરીથી હુમલો થયાનો બનાવ ગત રવિવારે બન્યાનું…

રાજાવડલા જુગાર રમતા નવ શખ્સો સામે એફઆઈઆર

ઘીયાવડ અને અરણીટીંબાના શખ્સ પણ સામેલ વાંકાનેર: તા.૦૪/૦૨/૨૦૨૫ના ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ ખાતાએ નવા રાજાવડલા ગામમાં મફતીયાપરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 1 ઘીયાવડના, 1 અરણીટીંબાના અને 7 રાજાવડલાના શખ્સોને પકડેલ છે. તેમજ તેમજ રોકડા રૂ.૪૧,૩૦૦/- નો…

વિસીપરામાં સફાઈ કામદારને ફડાકા ઝીંકાયા

નવા રાજાવડલામાં જુગારીઓ પકડાયા વાંકાનેર : શહેરના ધમલપર રોડ ઉપર આવેલ વીસીપરા વિસ્તારમાં નગરપાલિકાના રોજમદાર કર્મચારીને અમારા વિસ્તારમાં આવીને હવા કેમ કરે છે તેમ કહી પાલિકાની રીક્ષામા મુક્કો મારી માથાભારે ઈસમે સફાઈ કામદારને જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીકી દેતા…

પિતાએ ઠપકો આપતા યુવાને એસિડ પીધો: મોત

વાંકાનેર : રોયલ પાર્કમાં રહેતો યુવાન ખોટે રવાડે ચડી ગયો હોવાથી પોતાના ઘેર આવતો ન હોય પિતાએ ઠપકો આપતા યુવાનને લાગી આવ્યા બાદ અમરસર નજીક એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું… બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર…

રંગપરના બે ને જાલીડાના ચારે માર માર્યાની ફરિયાદ

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના ટ્રાન્સપોર્ટરની આઇસર ગાડીઓ કારખાનાઓમા ફેરામા ચાલતી હોય તેમજ જાલીડા ગામના શખ્સની પણ ગાડીઓ કારખાનાના ફેરાઓમા ચાલતી હોય જેઓ સાથે ફેરા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી, જેનો ખાર રાખી બે જણા ઉપર હુમલો કર્યાની ફરિયાદ થઇ છે..જાણવા…

ઢુવા ચોકડી નજીક યુવાને ઝેરી દવા પીઘી

અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા …મળેલ માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ…

માટેલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી

ઢુવા ચોકડી પાસે તાળા ફંફોસતો મળી આવ્યો વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે, જે તેમણે માથકના શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલતા બંને સામે ગુન્હો નોંધાયો છે….જાણવા મળ્યા મુજબ (1) મહેશ ટીડાભાઈ ધીણોજા (ઉ 29) રહે.…

વિદેશી દારૂના ગુન્હાનો ફરાર આરોપી પકડાયો

ધર્મનગર સોસાયટીમાંથી બુલેટ ચોરાયું વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ ઉ.26 નામનો આરોપી હાલમાં રાજસ્થાન પોતાના ઘેર આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો…

હોલમઢના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો

મહિકા પાસેથી રસિકગઢ બાવળની ઝાડીમાં મફલરથી હાથ-પગ બાંધી લઇ ગયા રાજકોટ: વાંકાનેરના હોલમઢ ગામે રહેતાં અવચરભાઇ વશરામભાઇ સારલા (ઉ.વ.૬૦) નામના બાંધકામ કોન્ટ્રાક્ટર વૃધ્ધ ગત સાંજે સાઇટ જોવા નીકળ્યા ત્યારે નજીકના મહિકા પાસે બોખો દેવીપૂજક ઉભો હોઇ તેણે તું અહિ શું…

રાજાવડલામાં સામસામી મારામારીમાં પાંચને ઇજા

ઘાયલ થયેલા ચાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ: વાંકાનેરના રાજાવડલા ગામે હોન્ડા અડી જવા મામલે મારામારી થતાં એક યુવાન, તેના પિતા અને કાકાને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ બે ભાઇઓ ઘવાયા હતાં. ડખ્ખામાં ધોકા-પાઇપનો ઉપયોગ થયો હતો. તો એક જણાએ…

રીક્ષાનો કાચ તૂટવા બાબતે અમરસરમાં માર માર્યો

વાંકાનેર: રીક્ષાના કાચને હાથ અડી જતા તૂટી જવા બાબતે અમરસરના ત્રણ જણા સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ અમરસરના કડીયાકામ કરતા જીતેષભાઇ શામજીભાઈ ચાવડા જાતે અનુજાતિ (ઉ.વ.૩૨) એ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૨૬/૦૧/૨૦૨૫ ના રાત્રીના દશેક…

વાંકાનેર વિસ્તારમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વાંકાનેર: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, સિંધાવદર, લોકશાળા અને જામસર શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાચાર નીચે મુજબ છે….. (1) પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય વાંકાનેરે 26 જાન્યુઆરીના રોજ બી.કે. શૈલા દીદી અને બી.કે. સારિકા દીદીનાનેતૃત્વમાં તથા બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ…

રાણેકપર/ વઘાસીયામાંથી નકલી યુરીયાનું વેચાણ પકડાયું

સમઢીયાળાના એક અને પરપ્રાંતીય બે શખ્સો સામે નકલી યુરિયા ઓઇલના વેચાણ સબબ કાર્યવાહી વાંકાનેર: તાલુકાના રાણેકપર અને વધાસીયા ગામની સીમમાંથી ડુપ્લીકેટ TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોના ઉપયોગ કરીને ડુપ્લીકેટ (નકલી) ઓઇલનો (યુરીયાનો) વેચાણ કરતા જેમાં કુલ્લે કિંમત રૂ. ૨૭૦૦૦/-…

દિગ્વિજયનગરમાં મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં પિતાના ઘરે રહેતી એક પરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મૃત્યુ નોંધ કરી બનાવમાં મહિલાના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે……

જુગાર રમતા માટેલના બે શખ્સો પકડાયા

વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા વાંકાનેર: તાલુકાના માટેલ ગામના બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે અને બે વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વિક્રમભાઈ જાદુભાઈ ડાભી (ઉ 32) અને (2) લાલજીભાઈ…

ગારીયાની મહિલાએ ઝેરી દવા પી લીધી

ભાટિયા સોસાયટીના શખ્સને અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા 22 વર્ષની એક મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે…. જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા છાયાબેન રામજીભાઈ રોજાસરા (22) નામની મહિલાએ પોતે પોતાના ઘરે…

હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મહિલા સહિત પકડાયા

ખેવારિયા અને સજનપર વાળાને પકડવાના બાકી ટંકારા: તાલુકાના હરીપર (ભુ ) ના કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45)…

હરીપર(ભુ)ના યુવાનને બળાત્કારના કેસની ધમકી

કેસ ન કરવા પાંચ લાખમાં સોદો: એક લાખ પડાવ્યા ટંકારા: તાલુકાના હરીપર(ભુ) ગામમાં રહેતા એક યુવાનને મહિલાએ ફોન કરી મળવા બોલાવેલા અને પછી પૈસા પડાવવાનો કારસો રચ્યાની ફરિયાદ થઇ છે….જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામના રહીશ અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા…

ચિત્રાખડામાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું મોત

વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું……

ફાયરીંગ બટ ખાતે 40 દિવસ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તા. 28/1 થી 8/3 સુધી આમ કુલ 40 દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક…

મહિકામાં જમીન વેચવા બાબતે હુમલો

ફરિયાદી હાલ સુરત રહે છે વાંકાનેર: તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત રહેતા પિતા પુત્રએ મહિકા ગામે આવેલી જમીન વેચ્યા બાદ દસ્તાવેજ માટે મહિકા આવતા બે આરોપીઓએ કારને આંતરી કારના કાચ તોડી નાખી પિતા-પુત્ર ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ…

બેઝ બોલથી મુંઢમાર અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

વાંકાનેર: અહીં જીનપરા ચિત્રકુટ હનુમાન મંદીર પાસે, વ્યવાહારીક વાંધા ચાલતા હોય અને દીકરાના ધરે શ્રીમતનો પ્રસંગ હોય જેમાં લપ થયેલ, સંબંધ રાખવાની ના પાડતા દાઝ રાખીને ઢીકાપાટુ અને બેઝ બોલના ધોકા વતી મુંઢમાર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ગાળો…

ગરીબીથી કંટાળી રિક્ષા ચાલકે કર્યો આપઘાત

માટેલ ગામે રહેતા યુવાને આયખું ટૂંકાવ્યું મોરબી: મકનસર ગામ પાસેથી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ગરીબીથી કંટાળીને યુવાને ડેમો ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા…

માટેલ: ઈંગ્લીશ દારૂની 13 બોટલ મળી આવી

વાંકાનેર: માટેલ ગામની સીમમા આવેલ એક કારખાના પાસેથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની 13 બોટલ સાથે પોલીસે પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ માટેલ ગામની સીમમા આવેલ ઈટાલીકા કારખાના પાસેથી ખોડાભાઈ ગોંવિદભાઈ ટોટા જાતે ભરવાડ (ઉ.વ.૨૧) રહે. માટેલ શીતળાધાર તા.વાંકાનેર વાળા પાસેથી…

ઢુવા માટેલ રોડ પર કારનો સ્ટંટ કરતો પકડાયો

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેરમાં કારનો સ્ટંટ કરી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર કાર ચલાવતા એક શખ્સ સામે પોલીસ કાર્યવાહી થયેલ છે, વધુમાં ડ્રાઇવર નશો કરેલ હાલતમાં હોવાનું ખુલ્યું છે.. જાણવા મળ્યા…

કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ…

અગાઉ પ્રેમ લગ્ન કરનાર સિંધાવદરના યુવક પર હુમલો

રાજાવડલા, સીંધાવદર અને કણકોટની મહિલાઓને કરખાનામાં લાવવા- લઇ જવા ઇકો ચલાવે છે રાજકોટ: અગાઉ કરેલ પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવક ઇકો ગાડીમાં કુવાડવા રોડ આર.કે.નવ કંપનીમાં મહિલાઓને મૂકવાં ગયો હતો…

લજાઈમાં શ્રમીકે ઝેરી દવા પી લેતા સારવારમાં

ઢુવા અંડરબ્રિજ પાસે બાઇક સ્લીપ ટંકારા: જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પરમ પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન વિરપાલ દયાકિશનભાઇ પાલ (ઉ.21) નામનો યુવાન ક્વાર્ટરમાં હતો…

ટંકારામાં ચાઇનીઝ દોરીની છ ફીરકી પકડાઈ

ટંકારા: એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની છ ફીરકી પકડાતા પોલીસ કાર્યવાહી થયેલ છે…. જાણવા મળ્યા મુજબ ટંકારામાં પોતાના કિસ્મત સીઝન સ્ટોલમાં અફજલભાઇ ઇબ્રાહીમભાઈ માડકીયા (ઉ.વ.૩૧) રહે. મઠવાળી શેરી ટંકારા વાળો પ્લાસ્ટીકના બાચકામાં કુલ નંગ-૦૬ ચાઇનીઝ દોરીની ગરેડી/ફીરકી એકની કી.રૂ. ૧૫૦…

વર્લીફીચરના આંકડા લખતા માર્કેટ ચોકમાંથી પકડાયો

વાંકાનેર: અહીં મોમીન શેરીમાં રહેતો એક યુવાન વર્લીફીચરના આંકડા લખતો પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ મોમીન શેરીમાં રહેતો શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહીમભાઇ બદ્રાસણીયા (ઉ 29) માર્કેટ ચોક પાસેથી જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા…

સિરામિકમાં રોકાણ કરાવી 80 લાખની ઠગાઇની ફરિયાદ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મિરેકલ સિરામિકમાં ભાગીદાર હોવાનું અને બે ટકા ભાગીદારી મળશે એવું જણાવી 80 લાખ રૂપિયાનું રોકાણ કરનારે સામેવાળા ઉપર છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી છે….જાણવા મળ્યા મુજબ ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ…

રાતીદેવડીના જુગાર રમતા છ શખ્સ પકડાયા

વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા… વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વાંકાનેરના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં…

વધુ વ્યાજ લેવા ધમકી આપ્યાની ચાર સામે ફરિયાદ

વાંકાનેરના ત્રણ ભરવાડ શખ્સોનો સમાવેશ મોરબીના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા (49)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભાઈ ગમારા, જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ, ચંદુભાઈ નાથાભાઈ…

દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી માતાને ધક્કો માર્યો

ટંકારા: તાલુકાના સજનપર ગામના વૃદ્ધા તેમની વહુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

ધમલપરમાં યુવતીની લાશ દાટી દેવાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન

રાતીદેવડીનો શખ્સ સ્પ્લેન્ડર કેફી પ્રવાહી પી ને મળી આવતા વાંકાનેર : તાંત્રિક નવલસિંહ સાથે મળીને એક યુવતીની હત્યા કરી લાશના કટકા કરી તેને વાંકાનેર નજીક દાટી દેવાના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈ તેને વાંકાનેર પાસે લઈ આવી ઘટનાનું…

કુટુંબીજનોએ માર મારતા સગડી પર પડી જતાં દાઝયા

રાજકોટ: વાંકાનેરના શક્તિ પાર્કમાં રહેતાં એક વૃદ્ધને ભાઈ, ભત્રીજા અને ભત્રીજીએ માર મારતા સગડી પર પડી જતાં બેઠકનો ભાગ અને હાથ દાઝ્યા છે…. જાણવા મળ્યા મુજબ શક્તિ પાર્કમાં રહેતાં જીવાભાઇ લાખાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને તેઓ ફળીયામાં બેઠા બેઠા સગડીમાં…

ગાયત્રીનગરમાં નાની વાતમાં લાકડી-પાઇપથી હુમલો

રાજકોટ: વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેતાં પીન્ટુ જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૩ર) નામના યુવાન અને તેના બહેન રેખાબેન (ઉ.વ.૪૦) તથા બનેવી મુકેશભાઇ કેશુભાઇ દાહકીયા (ઉ.વ.૪૫) તથા માતા જીલુબેન જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૪૮) પર પડોશમાં જ રહેતાં સંજય દેવીપૂજક, તેના ભાઇ શૈલેષ અને વનીયાએ મળી લાકડી-પાઇપથી…

માટેલમાં બાબુભાઇ પાસેથી વિદેશીની બોટલ મળી આવી

છરી સાથે રાખતા કાર્યવાહી વાંકાનેર: હાલ દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા રહેતા મુળ રહે. સુંદરગઢ તા.હળવદ વાળા બાબુભાઇ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા (20) પોતાના કબ્જામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂમેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કી શીલબંધ કાચની બોટલ ૭૫૦ એમ.એલ.…

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે…. મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે…

જમીન વેચાણના પૈસા બાબતે વાલાસણના શખ્સ પર હુમલો

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામે રહેતા વૃદ્ધ ડેરીમાં દૂધ ભરીને પરત આવતા હતા ત્યારે મહિકા ગામના શખ્સે રસ્તામાં વૃદ્ધને આંતરી જમીન વેચાણના પૈસાની ઉઘરાણી કરી હોકી તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે…

ઘીયાવડ: પુજારીને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર: તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વ૨ મહાદેવ મંદીરના મહંત પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ઘીયાવડ ગામે રહી મહંત પુજારી તરીકે કામગીરી કરતા યશગીરી ભરતગીરી ગોસ્વામી જાતે-બાવાજી (ઉ.વ-૨૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે…

મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને માર માર્યો

વાંકાનેર: અહીંના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા મહિલાના દીકરાને અગાઉ તે જ વિસ્તારમાં રહેતી બીજી મહિલાના દીકરા સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા…

લજાઈ ગામે ક્લિનિકમાં ઘુસી ડોક્ટર સાથે બઘડાટી

હમીરપર ગામે આધેડનો આપઘાત ટંકારા: તાલુકાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને ડોક્ટરને “કેમ તું મારી પાછળ મોરબીમાં આંટા મારતો હતો” તેવું…

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

નગમા હત્યા પ્રકરણ: ચાર સામે ગુન્હો દાખલ

ધમલપર-૨ના શખ્સનો સમાવેશ વાંકાનેર: બહુ ગાજેલ નગમા હત્યા પ્રકરણ અંગે અંતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ નગમા હત્યા પ્રકરણ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ ફરિયાદ નોંધાવેલ છે કે…

નગમાના DNA તેના કાકા સાથે મેચ કરાશે

નગમાએ લગ્નનું દબાણ કર્યું તો પ્રેમિકાના ટુકડા કરી નાખ્યા જેમાં એક હાથ ગુમ હતો અમદાવાદ: લોકોને તાંત્રિક વિધિના નામે પ્રભાવમાં લાવીને ઝેરી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારતા તાંત્રિક નવલસિંહ ચાવડાનું પણ મોત થયું છે. તેના મોત બાદ પણ તેના કારનામાં…

પીપળના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ સરતાનપર ગામની સીમમાં આવેલ વોરોલી પ્લાસ્ટ કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી…

દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: શહેર અને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજીક તત્વો તેમજ લુખ્ખા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાન વાંકાનેર તાલુકામાં અને મોરબી શહેરમાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં…

ચંદ્રપુર ગામે છેડતી કરનારને ઠપકો આપતા હુમલો

વાંકાનેર: ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર માર્યો છે, જે બાબતે સમાધાન કરવા ગયેલ દીકરીના પરિવારજનો પર આરોપીઓએ છરી, ધોકા તથા…

વાંકાનેર: દાટી દીધેલ શરીરના કટકા ખોદીને કાઢ્યા

વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરવામાં આવ્યુ વાંકાનેર: મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને ગઈ કાલે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને…

રાણેકપર પાસે અજાણ્યા પુરુષે ચાલુ ટ્રેને પડતું મૂક્યું

વાંકાનેર સિટી પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક…

તીથવાનો શખ્સ જામનગરમાંથી ઝડપાયો: ચોરીની કબૂલાત

જામનગર: શહેરમા દિજામ સર્કલ, અંધાશ્રમ પુલ નીચેથી આરોપી મહેબુબભાઈ અલાઉદીન રહે. કોઠારીયા સોલવન્ટ, બરકતનગર, શેરી નંબર-૧૩, સુંદરમ સ્કુલની બાજુમાં રાજકોટ મુળ- તીથવા ગામ તા.વાકાનેર વાળાના કબ્જાની ઇકો કારમાંથી ચોરાઉ અલગ અલગ કંપનીની બેટરી નંગ-૧૦ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.…

નગમાની લાશના ટુકડા નાખ્યા તેની પોલીસને ભાળ મળી

12 હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની બહેન અને તેના પુત્ર શક્તિએ લાશના ટુકડા વાંકાનેરમાં દાટ્યા હતા પોલીસ બુધવારના રોજ તે સ્થળ પર તપાસ કરશે વાંકાનેર: નગમા નામની યુવતીની હત્યા બાદ વાંકાનેરમાં લાશના ટુકડા નાખ્યા હતા તે કેસમાં સિરિયલ કિલર નવલસિંહને…

રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં માર

વાંકાનેર: રાતીદેવરી ગામના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જે તેને સારું ન લાગતાં યુવાન તથા અન્ય લોકોને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ…

ગુંદાખડાની પરણીતાએ ઝેરી દવા પી લેતા મોત

હડમતીયામાં મહિલાને માર વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ…

ઢુવા કારખાનામાં મજુરનો ગળાફાંસો ખાઇ આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતાં એક પરપ્રાંતીય શ્રમિક યુવાનને કારખાનામાં કામ ન કરવું હોય, પરંતુ વતનમાં પણ કોઈ કામ ન હોય જેથી કામ કરવાની અવઢવમાં યુવાનને લાગી આવતા લેબર કોલોનીની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો,…

પલાંસ ચોકડીએ દુકાનો પાસે રાતના રખડતા પકડાયા

વાંકાનેર: તાલુકાની પલાંસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ પલાસ ચોકડી નજીક આવેલ માલધારી હોટલ પાસેથી ત્રણ ઇસમો બંધ દુકાનો પાસે કંઇક શંકાસ્પદ…

મેસરીયાના મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

અધિકારીઓની આકસ્મિક મુલાકાત: ૧૧ કર્મચારી ગેરહાજર

વાંકાનેર/ ટંકારા તાલુકામાં ૧ તલાટી અને ૧૦ આરોગ્ય વિભાગના વાંકાનેર: મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ…

હડમતીયામાં મારામારીનો અને ઝેરી દવા પીવાનો બનાવ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે મારામારીનો અને ઝેરી દવા પી જવાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે રહેતા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ત્રીસ વર્ષના યુવાનને હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઇજા થતા મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.…

વિદેશી દારૂની બે બોટલ અને હથિયાર પકડાયાના ગુન્હા

વાંકાનેર: શહેરમાં રહેતા ત્રણ શખ્સો પાસેથી છરી મળીઆવતા અને એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવ્યાના ગુન્હા નોંધાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા મેઈન રોડ મીલપ્લોટ સરકારી બેંક પાછળ રહેતા સમીરભાઈ યુસુફભાઈ જેડા (ઉ.વ.24) પોતાના કબ્જામાં પાસ…

વીરપર ગામે દારૂની ત્રણ રેડ: ત્રણની ધરપકડ

ભાટિયા સોસાયટીમાં શ્વાસની તકલીફને પગલે વૃદ્ધાનું મોત વાંકાનેર: તાલુકાના વીરપર ગામે રહેણાંક મકાનમાં તથા સીમ વિસ્તારમાં જુદી જુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો આથો, દેશી દારૂ તથા…

ઢોર ચરાવવા મામલે ચંદ્રપુરમાં મારામારી: સારવારમાં

સામસામી ફરિયાદમાં 12 આરોપી વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વાડીમાં ગેરકાયદેસર ઢોર ચરાવવા મામલે ખેડૂત અને ઢોર માલિક વચ્ચે મારામારી થઇ હતી, જેમાં બંને પક્ષોએ પાંચથી વધુને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ…

વાંકાનેર શહેરના વિકાસના ટેન્ડર બહાર પડયા

ટોળ – કોઠારિયા રોડ રીપેર થશે વાંકાનેર: શહેરના વિવિધ વિસ્તારના વિવિધ હેતુ માટેના ટેન્ડર બહાર પડયા છે, જેની છેલ્લી તારીખ: 28/11/2024 છે. ટેન્ડર નીચે મુજબના છે. વધુ વિગત માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો…. (1) ટ્રાય-મિક્સ અને ડામર રોડ સાથેના સિમેન્ટ…

ટોળમાં પરિણીતાને માર: પતિ સહિત પાંચ સામે ફરિયાદ

ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમજ તેના દિયર દ્વારા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવાની…

વઘાસીયા ગામની સીમમાં આધેડનું અગમ્ય કારણોસર મોત

છરી સાથે બે પકડાયા વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ૪૧ વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે… મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

ઘોડીથી ભેંસો ભડકતા ડખ્ખામાં માર માર્યો

ટંકારા: તાલુકાના સરાયા ગામના ઇરફાનભાઈ ઈબ્રાહીમભાઈ જુણેજા (ઉ.વ.૨૪) એ ફરીયાદ લખાવી છે કે તા. ૧૬/૧૧/૨૦૨૪ ના વાડીએથી ભેંસો લઈને ઘરે પહોચલ તે દરમ્યાન નયુમભાઈ મુસાભાઇ વીકીયા તેની ઘોડી લઇને ભેંસોની બાજુમાથી નીકળતા ભેંસો ઘોડીથી ભડકતા ઘોડી થોડીક દુર રાખીને ચાલવાનું…

ભોજપરાના વાદીને દબોચી સોનાની માળા કબ્જે

‘બચ્ચે તેરા કલ્યાણ હો જાયેંગા’ કહીં કારખાનેદારની રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થનાર ઝડપાયા વાંકાનેર: અહીંના મોટા ભોજપરાના રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થયેલા વાદી સહિત શખ્સોને પોલીસ ખાતાએ પકડી પડેલ છે… જાણવા મળ્યા મુજબ ગોંડલના મોવિયા ગામે…

ભાટિયા સોસાયટીના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે… જાણવા મળ્યા મુજબ શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરિયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે…

પાડધરા હત્યાનો આઠ સામે ગુન્હો દાખલ થયો

મરણ જનાર ભાટીયા સોસાયટીમા રહેતા હતા વાંકાનેર: પાડધરા મુકામે ખાણ બાબતે તથા રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુ:ખ ચાલતુ હોય તેના લીધે ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી ધોકા, પાઇપ જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી બે ફોરવ્હીલ કારમાં આવી સામતભાઇ…

પાડધરા ગામે પથ્થરની ખાણના ડખ્ખામા યુવાનની હત્યા

વાકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં પથ્થરની ખાણ ચલાવતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામના વતની અને હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાન ઉપર પાડધરા ગામની ચોકડી પાસે આઠ શખ્સોએ ખાણ કામ તેમજ રસ્તા બાબતે ઝઘડો કરી…

સનસનાટી: એએસઆઈની બેરેકમાંથી દારૂની બોટલો મળી

આરપીએફની બેરકમાં રાજકોટની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ઝડપાયા વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફની બેરકમાં રાજકોટના અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એએસઆઇની બેરકમાંથી દારૂની બે બોટલ અને બે ખાલી બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે વાંકાનેર આરપીએફના પીઆઇની ફરિયાદ પરથી…

દલડીમાં ભત્રીજાને માર માર્યાની વળતી ફરિયાદ

વાંકાનેર: તાલુકાના દલડી ગામે મકાનનો જુનો જાપો કાઢી નવો જાપો નાખવો હોય જેની માપ સાઈજ કાઢતા હોઈ ત્યારે ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે માથા પર માર મારી ઈજા તથા અન્યને મુંઢ માર મારવાની ફરીયાદ થઈ છે. ફરિયાદી અને…

ચંદ્રપુર વાડીએથી ઇલેક્ટ્રીક મોટરો ચોરનારા પકડાયા

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 29,000 રૂપિયાની કિંમતની મોટરની ચોરી થઈ હોવા અંગેની આધેડે અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ…

ગારીયામાં યુવાનનો ઝેરી દવા પી ને આપઘાત

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા ગારીયા ગામે…

વાંકીયામાં જુગાર રમતા પાંચને પકડતી પોલીસ

રોકડા રૂ. ૧૩, ૬૭૦/- કબ્જે વાંકાનેર: તાલુકાના વાંકીયા-૩ માં પોલીસ ખાતાએ પાંચ મોમીનોને જુગાર રમતા પકડયા છે…. જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે તાલુકાના વાંકીયા-૩માં મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો…

ઢુવા/રાતાવીરડાના શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર: તાલુકાના નવા ઢુવા અને રાતાવીરડાના બે શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે… જાણવા મળ્યા મુજબ નવા ઢુવામાં રહેતા અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ (ઉ.વ.30) મુળ ગામ-ભડલી તા.શીહોર જી.ભાવનગર વાળાને માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસેથી જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી…

વાંકાનેરની મહિલા સાથે ઓન લાઇન સાઇબર ફ્રોડ

મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી વાંકાનેર: મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટસેપમા મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ. ૩૬૦૦૦/-ટ્રાન્સફર કરાવડાવી તેઓને સોળ લાખ કે…

ઉછીના આપેલ પૈસા બાબતે મિત્રે મિત્રને છરી મારી

મકતાનપર અને આરોગ્યનગરના શખ્સ નશો કરી વાહન ચલાવતા પકડાયા વાંકાનેર: વાણંદ મિત્રે આપેલા ઉછીના પૈસા પાછા માંગતા અને પોતાની પાસે ન હોઈ પછી આપવાનું કહેતા ભરવાડપરામાં રહેતા રબારી યુવાન પર છરી વડે એક ઘા મારી ઈજા કરવાનો બનાવ બન્યો છે….…

બે કારખાનામાં મારામારીના બે બનાવો

વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક અને રાતાવિરડા ગામે એક સિરામિક યુનિટમાં રહી મજૂરી કામ કરતા એક યુવાનને મારામારીમાં ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ…

નવજીવન સોસાયટીની યુવતીએ થીનર પી લીધું

વાંકાનેર: નવજીવન સોસાયટીમાં રહેતી એક યુવતીએ કારખાનામાં સુપરવાઈઝરે ઠપકો દેતા થીનર પી લીધું છે… જાણવા મળ્યા મુજબ મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાનામાં કામ કરતી યુવતીને સુપરવાઇઝર દ્વારા અવારનવાર ઠપકા દેવામાં આવતા હોવાથી તેને લાગી આવતા તે યુવતીએ કારખાનામાં…

ઢુવા ચોકડીએથી એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

આરોગ્યનગરનો શખ્સ છરી સાથે મળી આવ્યો વાંકાનેર: તાલુકાના ભીમગુડા અને ઓળના શખ્સો એકી બેકીનો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસેથી (1) રણજીતભાઇ હીરાભાઇ વીંઝવાડીયા (ઉ.વ.21)ગામ ભીમગુડા અને ગોપાલભાઈ જેમભાઇ વીંઝવાડીયા (ઉ.વ.21) ગામ. ઓળ વાળા…

જુગાર અંગેના પોલીસના બે દરોડા: બે ઝડપાયા

વાંકાનેર: લિંબાળા ગામે બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઉસ્માનભાઈ હુશેનશા શેખ (35) રહે. કલ્યાણપર રોડ ટંકારા અને નાસીરભાઈ મહેમુદભાઈ શેખ (30) રહે ગારીયા ગામના…

વાંકાનેર પેડકના ચાર જણા જુગાર રમતા પકડાયા

હશનપરના શખ્સ પાસેથી ઈંગ્લીશની બોટલ મળી વાંકાનેર: નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા પેડક (દિગ્વિજયનગર)ના ચાર શખ્સો પકડાયા છે… મળેલ માહિતી મુજબ નાગાબાવાજીના મંદીર સામે ઈંટોના ભઠ્ઠા પાસે (1) રમેશભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ. 42) રહે. પેડક…

ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા હાથ ભાંગી નાખ્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં મિત્રતાના દાવે રૂપિયા 200 ઉછીના આપનાર મિત્રએ 200 રૂપિયા પરત માંગતા આરોપી મિત્રએ મિત્રને ઇટના ઘા ઝીકી હાથ ભાંગી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે… બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની…

નવાપરાનો શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો

રાતાવીરડાના ત્રણ શખ્સો ઝડપથી બાઈક ચલાવતા વાંકાનેર: હાઇવે મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા એક શખ્સને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી (ઉ.વ.28) વાળાને જીનપરા જકાતનાકા…

ટ્રેન હેઠળ પડતું મૂકી પરપ્રાંતીય યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રોજગારની તલાશમાં આવેલ પશ્ચિમ બંગાળના એક વિકલાંગ યુવાનએ પોતાની બિમારી અને આર્થિક સંકડામણથી કંટાળી જીંદગીની જંગ હારી જતા ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

ઢુવામાં મનદુઃખ રાખી બોલરોથી ઘરનો ગેટ તોડી નાખ્યો

વાંકાનેર: ઢુવા ગામમાં અગાઉ ઝઘડાનું મનદુઃખ રાખી પીકઅપ બોલરો રીવર્સ લઇ ફરીયાદીના ઘરના મેઇન ગેટ સાથે અથડાવી તોડી નાખી અને મોટર સાયકલને નુકશાન પહોંચાડી છરી બતાવી ધમકી આપ્યાની એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે… ફરિયાદમાં જીતુબેન અશોકભાઈ ચારલા (ઉ.વ.૪૫) રહે. નવા…

બે શખ્સોએ અપહરણ કરી પથ્થર મારી યુવકને પતાવી દીધો

લોહીવાળા કપડા સળગાવી નાખી દીધા નોવેલ્ટી સ્ટોરની દુકાનમાં કાલે રાત્રે આગ લાગી હતી વાંકાનેર: સરધારકા ગામે ચેકડેમમાથી મળી આવેલ અજાણ્યા પુરૂષના મૃતદેહના કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે માથામાં પથ્થર મારીને હત્યા નિપજાવનાર બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી…

સરધારકા મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો

પોલીસને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી હતી વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ યુવાનની હત્યા કરીને ત્યાં પાણીમાં લાશને ફેંકી દેવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે…

લગ્ન કરવાની ના પાડતા મહિલાનો બખેડો

લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો લજાઈ ગામમાં બે પરિવાર વચ્ચે ઝઘડો ટંકારા: લજાઈ ઉગમણા ઝાંપા પાસે રહેતા જયાબેન આલાભાઈ દલાભાઈ ચાવડા જાતે-અનુ.જાતી (ઉ.વ-૬૦) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૧૨/૦૯/૨૦૨૪ ના રોજ ફરિયાદીના પૌત્ર રાહુલના મામાની દિકરી લક્ષ્મીબેન હિરાભાઈ…

ઢુવા ખાતે કારખાનામાં શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક સિરમાઈક કારખાનામાં શ્રમિકનું મૃત્યુ થયાનો બનાવ બનેલ છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ચંદનભાઇ શેશનાથ યાદવ ઉ.25 નામના યુવાનનું અકળ કારણોસર મૃત્યુ નિપજતા…

સોશ્યલ મીડિયા પર તીથવાના ફકીરે વિડિઓ મૂક્યો

છરી વાળા ફોટો બતાવી ખંડણી માંગી પોલીસ ખાતાએ ફકીર અને તેની પત્ની સામે કરેલ કાર્યવાહી વાંકાનેર: તીથવા ગામે જમીન મેટરમાં નહી પડવાના રૂપીયા દસ થી પંદર હજારની ખંડણી માંગી છરી વાળા ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી…

નવા વઘાસીયાનો શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

માટેલ રોડ પરથી એકી બેકીનો જુગાર રમતા પકડાયા વાંકાનેર: તાલુકાના નવા વઘાસીયાના એક શખ્સની મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ત્રણ ચોરાઉ બાઈકની સાથે ધરપકડ કરેલ…

કારખાનેદારે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ચાવડી ચોકમા આવેલ નીલકંઠ શેરીમાં રહેતા એક યુવાને જંતુનાશક દવા પી લીધી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ચાવડી ચોકમા આવેલ નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવ દિલીપભાઈ વોરા ઉ.22 નામના યુવાન કારખાનેદારે પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ…

ઝાંઝર ટોકીઝ નજીક રેલ્વે હોસ્પિટલના કર્મચારીએ ફિનાઇલ પીધું

અમદાવાદના બે પોલીસમેન, રાજકોટના એક શિક્ષીકા અને બીજા બે જણા મળી ૬ લોકોનો ત્રાસ કારણભુત હોવાના આક્ષેપો વાંકાનેર: રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતાં એક શખ્સે ઝાંઝર ટોકીઝ નજીક ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય છે….જાણવા…

વાંકાનેર સેવા સદનમાં યુવાને ફીનાઇલ પીધું

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ વાંકાનેર સેવા સદન ખાતે યુવાને ફીનાઇલ પી લેતા દોડધામ મચી હતી… વાંકાનેર સેવા સદન ખાતે ગોંડલના ખાંડાધાર ગામે રહેતો મનસુખભાઈ ડાંગર નામનો 40 વર્ષનો યુવાન કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં તેને સારવાર માટે મોરબી લઇ જવામાં…

કોઠારીયામાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પીતા મહિલાનુ મોત

સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ…

પંચાસિયાના રસ્તે સજ્જનપરના વૃદ્ધ બંદૂક સાથે ઝડપાયા

વાંકાનેર: ટંકારા તાલુકાના સજ્જનપર ગામથી પંચાસિયા ગામ જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસેથી ટંકારા પોલીસે આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા ઉ.63 નામના વૃદ્ધને લાકડા અને લોખંડની સિંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

નવાપરામા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ વાંકાનેર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

રાજાવડલામાં મારામારીની બે પક્ષો વચ્ચે ફરિયાદો

વાંકાનેર: રાજાવડલામાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે ત્રણ જણા ઉપર ફરિયાદ લખાવી છે. સામા પક્ષે પણ ત્રણ જણા ઉપર વળતી ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા (ઉ.વ.૨૪) રહે.જુના રાજાવડલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૮/૨૦૨૪ ના…

રંગપરમાં પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

જીઆરડી જવાનનો આક્ષેપ: પત્નીએ માં-બાપને પણ તગેડી મૂકેલા વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યુવકે પત્નીના ત્રાસથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ માતા-પિતાને પણ ત્રાસ આપી ઘર બહાર કાઢી મૂક્યા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર…

બોર/ કુવામાંથી મોટર ચોરી કરનાર પકડાયા

આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર નાળાની બાજુમાંથી ચોરી કરી હતી વાંકાનેર, જસદણ, ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી, બાબરા, ચોટીલા વિસ્તારમાં સીમ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ છ ઇસમોને રૂૂ.3,75,700 ના મુદામાલ સાથે ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી હતી… સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે…

કારખાનાના રૂમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને…

પર્યાવરણ મંજૂરી વગર આણંદપર ગામે ખનીજ ચોરી?

વાંકાનેર: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેર દ્વારા વાંકાનેરના આણંદપર ગામમાં સેન્ડ સ્ટોનની લીઝની પર્યાવરણ મંજૂરી વગર ખનન અંગે તેના કર્મચારીને તપાસ સોંપી હતી અને તેનો રીપોર્ટ આવવાનો બાકી હતો અને આ બાબતે જેની જગ્યાએ તપાસ થઇ…

તરકીયા ગામે ખનીજ માફીયાઓનો ખેડૂત પર હુમલો

વાંકાનેરના તરકીયા ગામે સરકારી ખરાબાની જમીનમાં ખનીજચોરી કરતાં માફીયાઓને બાજુમાં આવેલ વાડીના ખેડૂતએ વાડીના શેઢે રસ્તામાં રેતીના ઢગલા કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ બે ખેડૂત ભાઈ તથા એક પુત્ર પર લાકડી-ધોકા વડે હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હોવાનો બનાવ…

ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગાડાખેડુ પર હુમલો

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના ગાડું લઈને જતા એક ખેડૂતને ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગામના જ એક શખ્સે પાઇપથી હુમલો કરેલ. જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇકાલ તા.૧૨/૦૮/૨૦૨૪ ના…

ચોરીનો માલ ખરીદનાર ભંગારના ડેલાવાળો પકડાયો

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી., ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વીટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી થયા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવા વાંકાનેર તાલુકા પોલીસ…

જુના મનદુ:ખે કારખાનામાં ત્રણ જણાએ માર માર્યો

એટ્રોસીટી એક્ટની ફરિયાદ વાંકાનેર: કારખાનાના કામ બાબતે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી ત્રણ જણાએ એક શખ્સને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ અગાઉ કારખાનાના કામ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી (૧) હીતેશભાઈ જે બાફીટ કારખાનામાં…

જિલ્લા આરોગ્ય અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી

વડોદરા ધકેલાયા કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ…

કાશીપરના યુવાને ઝેરી દવા પીઘી: સારવારમાં

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા તે સારવાર હેઠળ છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા વિજયભાઈ કરસનભાઈ કુંભાણી (ઉ.વ. ૨૬) નામના યુવાને રામપરાની વીડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં…

દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો: ધારાસભ્યો

રોડ ઉપર ભંગાર વાળાના દબાણનો સર્વે અને તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો મોરબી: શોભેશ્વર રોડ ઉપર આવેલ એસટી કચેરીના સભાખંડમાં ગઈ કાલે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં મોરબી જિલ્લાના…

ગાડીના હપ્તાના રૂપીયા બાબતની માથાકૂટે હુમલો

ધુનડામાં બાઇક સ્‍લીપથી ઘવાયેલા યુવાનનું મોત ટંકારા ખિજડીયા ચોકડી પાસે રહેતા અને પાન માવાની દુકાન ધરાવતા રફિકભાઈ આદમભાઇ માડકીયા (ઉ.વ- ૩૮) વાળાએ ફરિયાદ કરી છે કે (૧) શાહરુખ આરીફભાઇ પરમાર (મોરબી) ના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય…

મેસરીયાથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક દરોડો પાડી સાદી રેતીની ખનીજ ચોરી કરવા સબબ ત્રણ ડમ્પર વાહન ઝડપી લઈ ખનીજ ચોરી મામલે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વહેલી…

જાલીડાના શખ્સને અજાણ્યા ચાર ઈસમોએ માર માર્યો

દુધની ડેરી ચલાવતા વિશાલભાઇ ઉર્ફે મુન્નાભાઈ પર હુમલો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામના એક શખ્સને અજાણ્યા ચાર ઇસમોએ કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમા આવી કોઇપણ કારણોસર લોખંડના પાઈપથી માર મારી મુંઢ ઈજા તથા ફ્રેકચર ઇજાઓ અને ક્રેટા કારમાં કાચ…

તિથવા: બે લાખનો વિદેશી બિયરનો જથ્થો પકડાયો

રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાજકોટના શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 2 લાખની વધુ…

વતનમાં જવા બાબતે પત્ની સાથે મનદુઃખ થતા આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં યુવાને આપઘાત કરી લીધો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને…

ભરવાડ યુવકે ઝેર પી લેતા મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેરી દવા પી લીધી છે… વાંકાનેરના ભરવાડપરામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને…

મેસરીયા સહકારી મંડળીની ચૂંટણીમાં ડખ્ખો થયો

નવી દેવરીના શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી શ્રી મેસરીયા જૂથ સેવા સેવા સહકારી મંડળી લી. ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને જૂથના સાત સાત સભ્યો ચૂંટાયા હતા. આ મંડળીના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી ગઈ કાલે…

દારૂની ખેપ મારતા સિંધાવદરનો શખ્સ પકડાયો

હથિયાર પ્રતિબંધિતનું ઉલ્લંઘન વાંકાનેર: પીપળીયા રાજ ખાતેથી સીંધાવદરનો શખ્સ મોટર સાયકલ પર દેશી દારુની ખેપ મારતો પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ સીંધાવદર ખાતે રહેતો પ્રવીણભાઈ ઘોઘાભાઈ જખાનીયા (ઉ.વ.25) વાળો પીપળીયા રાજ પાણીના ટાંકા પાસે પોતાના કબ્જા ભોગવટા વાળા હીરો હોન્ડા…

કટલેરીની દુકાનમાંથી દોઢ લાખ ભરેલું પર્સ ચોરાયું

ઘટના સીસીટીવીમાં કેદ વાંકાનેર : શહેરની ભરબજારમાં ધોળે દહાડે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે, જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે. વાંકાનેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની…

પાડધરા ખાણ વિસ્તારમાં મારા મારીમાં ઇજા

અદેપરથી પંચાસીયા આવતા બાઈક સ્લીપ વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે ખાણ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો છે અને જે મારામારીના બનાવમાં જીતેશ ગેલાભાઈ સિંગરખીયા (ઉ.વ.40) અને હાજાભાઇ રૂડાભાઈ પરમાર (ઉ.વ.25) રહે. બંને પાડધરા વાળાને ઇજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની…

નેસડા સુરજીમાં મોટર સાયકલ સવાર બે તણાયા

ઓટાળા ગામે પણ ગ્રામજનોએ બચાવી લીધા ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે…

લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી માથું ફોડી નાખ્યું

સામા પક્ષે મામલતદારમાં રસ્તા બાબતે કરેલ અરજીનો ચુકાદો વિરુદ્ધ આવતા બનાવ બન્યાની ફરિયાદ ટંકારા: હડમતિયાના પતિ-પત્ની પર અગાઉ લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી પથ્થર મારી માથું ફોડી નાખ્યાની ફરીયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ રવાપર રોડ યોગેશ્વર સોસાયટીની બાજુમા, ભંભોળીની વાડીમાં…

વઘાસિયાના દુષ્કર્મના આરોપીને છેલ્લા શ્વાસ સુધીની જેલ

રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઈ’તી રાજકોટ શહેરમાં બે વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોકસો અદાલતે આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારતો કુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ સંત કબીર રોડ…

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલું ખર્ચ

ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા…

ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયા

ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ વાંકાનેર: તાલુકાના લુણસરીયા સિમ વિસ્તારમાં સેઢા પાડોશી વચ્ચે ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસરીયા વાડીએ રહેતા ચતુરભાઇ તેજાભાઇ જીંજરીયા (ઉ.વ.૪૩) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૭/૨૦૨૪…

વિશીપરામાં ઝેરી દવા ગટગટાવી આપઘાત

વાંકાનેર: શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ…

નગરપાલિકાનું પા. પુ. બોર્ડનું અધધધ… રૂપિયાનું દેણું

વાંકાનેર: અહીંની નગરપાલિકા પાસે 31 માર્ચ 2024 ની સ્થિતિએ 22 કરોડ 72 લાખ 60 હજાર રૂપિયા લેણાંના લેવાના હોવાની વિગત બહાર આવી છે. પ્રાપ્ય માહિતી મુજબ લોકોને જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવા માટે 1 હજાર લિટર પાણીના માત્ર…

વડસરના તળાવ પાસેની સીમમાં દેખાયો દિપડો

વાંકાનેર: તાલુકામાં વડસરના તળાવ પાસે આવેલી સીમમાં ધોળા દિવસે દીપડાએ દેખા દીધી હતી. ખેતરના શેઢે છાંયા નીચે બેઠેલો દીપડો જોઈને બાજુના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ખેડૂતોએ તેમનો વિડીયો શુટીંગ કર્યું હતું અને દીપડા સાથે વાત પણ કરી હતી. આ વિસ્તારની બાજુમાં…

ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો

ટંકારા: તાલુકાના ઓટાળા ગામે રહેતા બે પાડોશી વચ્ચે માર મારવા અંગે ફરિયાદ થઇ છે આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર…

શેખરડીમાં હથિયારો સાથે બે કુટુંબો વચ્ચે ધીંગાણું

મકવાણા અને વાટુકિયા કુટુંબો બાખડયા: આઠથી વધુને ઈજા વાંકાનેર તાલુકાના શેખરડી ગામે ગઈ કાલે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ…

ઝપાઝપી કરી મહિલાના હોઠ પર લાકડી મારી

વાંકાનેર: અહીંના જીનપરા મેહુલ સામેની શેરીમાં એક મહિલા કામદારને બરાબર સફાઈ નહીં કરતા હોવાનું કહી એક ઇસ્મે માર માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સફાઇ કામદાર સારદાબેન ચેતનભાઇ બચુભાઇ ચૈાહાણ જાતે વાલ્મીક (ઉ.વ.૫૦) રહે. વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૫ વાળાએ…

સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બનશે !

વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ

પાર્ટી છોડી અન્‍ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…

મંજૂરી વિના જાહેરમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

મોટા અવાજે સ્પીકર વગાડવા પર થશે કાર્યવાહીઃ સરકાર સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ માટે લેવું પડશે લાઈસન્સ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની કામગીરી અંગે વિવિધ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વધારો થઈ રહ્યો છે તેમાં હવે ધ્વનિ પ્રદૂષણને…

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે. વાંકાનેરથી છેલ્લા…

સિરામિકના સ્કીમમાં મળેલ રૂપિયા ચાઉં

કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા ઇ-મેલ આઇડી રજૂ કરીને ગઠીયાની રૂા. ૭૧.૪૫ લાખની ઠગાઈ વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે.જેમાં સરકારી સ્કીમમાં બોન્ઝા કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા…

મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર મહિલાની વ્હારે

પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશ્યું વાંકાનેર: મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ટંકારાની યુવતીએ પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ…

જિલ્લામાં વાંકાનેર તાલુકો વ્યસનમાં અગ્રેસર !

વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો વાંકાનેર દોશી કોલેજના પ્રિન્સીપાલ વાય. એ. ચુડાસમા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.…

રાતીદેવડીમાં ખરાબો દબાવનાર સામે લેન્ડગ્રેબિંગ

અમદાવાદ નિવાસી પર ફરિયાદ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦ ચોરસ મીટર જગ્યા ઉપર પાકું રહેણાંક મકાન અને બાજુમાં પતરાની વાડ કરી બાંધકામનો સેન્ટીંગનો માલ સામાન રાખીને દબાણ કરવામાં આવેલ છે, જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ…

પ્રસૂતાઓને જમાડીને જમવાની મહિલાની પ્રતિજ્ઞા

માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ ! 9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે…

માર્કેટિંગ યાર્ડની ચુંટણી: ઈન્સાઈડ સ્ટોરી

ભાજપમાં પડેલું ભંગાણ બોરસદ પાસેના ટોલબુથ પછી વાહનને પોલીસખાતાએ અટકાવી વાહનની તલાશી લીધી જો ટાઈમની મારામારી હોત તો સભ્યો મતદાન વખતે હાજર ન રહી શક્યા હોત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કબજો કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, તો…

છેતરપિંડીના ગુન્હામાં અનવરબાપુની ધરપકડ

દસ લાખના એક કરોડ બનાવી આપવાની લાલચ આપી ચાઉં કરી ગયાની ફરિયાદ વાંકાનેર: ત્રાત્રિક વિધિના બહાને રૂપિયા દસ લાખના એક કરોડ બનાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખની છેતરપિંડી અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને વાંકાનેરમાંથી ઝડપી લીધો છે. અને તેની પાસેથી રૂપિયા…

સ્વામીના વિડીયો સામે માટેલધામનો વિરોધ

ખોડિયાર માતાજીને સંબોધીને ટિપ્પણીઓ કરવામાં આવી વાંકાનેર: સોશિયલ મીડિયામાં સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી વિશે ટિપ્પણી કરી રહ્યા છે. જેની સામે ખોડિયાર માતાજી મંદિરના મહંતે વિરોધ નોંધાવ્યો છે. મીડિયા અહેવાલો…

સગાઇના નામે રોકડ-દાગીનાની છેતરપિંડી આચરી

નમૂનાના માટે લઇ ગયેલા સોનાના દાગીના પાછા ન આપ્યા વાંકાનેર, પીપરડી અને નવી કલાવડી ગામના જોડાયેલા તાર વાંકાનેરના પીપરડી ગામે પોતાની ભાણેજની સગાઈ કરાવી રોકડા રૂપિયા અને દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહીને સોનાના દાગીના લઈ જઈ ઇસમે…

વાંકાનેરની પેઢીની વ્હારે ગ્રાહક સુરક્ષા મંડળ

વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળની સરાહનીય કામગીરી ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર પેઢીને રૂપિયા પરત અપાવ્યા વાંકાનેરના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ કાસીમી સ્ટીલ નામની ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર જાણીતી પેઢી છે. જેથી તેઓને લોખંડ, (સ્ટીલ)ના એંગલ, પાઇપ, પ્લેટ, ચેનલ વગેરે સામગ્રીની…

ફિંગરપ્રિન્ટ, તેના પ્રકારો અને કાર્ય પદ્ધતિ

બધા મનુષ્યો પાસે માત્ર 3 પ્રકારની ફિંગરપ્રિન્ટ પેટર્ન હોય છે છેલ્લા 6 થી 7 વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. થોડા વર્ષો પહેલા સુધી, ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ લોકપ્રિય હતું. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે નવો ફોન લોન્ચ કરતી હતી ત્યારે પણ તેઓ…

કલમી આંબા- વિવિધ ફૂલછોડનું રાહતદરે વેચાણ

નવરંગ નેચર ક્લબ- રાજકોટ દ્વારા આયોજન ૨જી સપ્ટેમ્બરે દ્વારા અળસિયાનું અને કોકોપીટનું ખાતર પણ મળશે વાંકાનેર ખાતે ૨જી સપ્ટેમ્બરે નવરંગ નેચર ક્લબ દ્વારા કેસર કલમી આંબા અને વિવિધ ફૂલછોડનું રાહતદરે વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો…

ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થાય છે બાળકો

શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં…

પિતાએ આશરો આપ્યો: દીકરીને ઉઠાવી ગઈ

પિતાએ જેને આશરો આપ્યો તે મહિલાએ ૧૪ વર્ષની સગીર દીકરી સાથે કર્યું કઈક આવું… વાંકાનેર શહેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારે મહિલાને રહેવા માટે મદદ કરી તે મહિલા ૧૪ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી ગયાની પિતાએ પોલીસ મથકમાં…

રાતીદેવરી: લગ્ન માટે દબાણની ફરિયાદમાં નવા ફણગા

હાર્દિકની ધરપકડ : બે મહિલા સહિત અન્ય ત્રણની શોધખોળ કંટાળીને યુવતીએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો: હાર્દિક ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને તેનો પીછો કરતો હતો મીડિયા અહેવાલો મુજબ, સગા માસીના દીકરાએ યુવતીને લગ્ન કરવા માટે માનસિક…

Content Copying Forbidden !!

error: Content is protected !!