કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બનાવવા શ્રી અમૃતિયાની રજૂઆત 

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના…

મોરબીમાં ખુટિયાઓનું ખસીકરણ : વાંકાનેરમાં ક્યારે? 

સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે  રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો…

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

વાંકાનેર સહિત જિલ્લામાં ખાતરના 10 નમૂના, જં. દવાના 7 અને 11 બિયારણના નમૂના ફેઈલ

17 ખાતર વિક્રેતા, 8 જં. દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને  ગેરરીતિ સબબ નોટિસ ફટકારાઈ         મોરબી જિલ્લામાં ડુપ્લિકેટના આ સમયમાં ખેડૂતો છેતરાઈ નહીં તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત બે સ્ક્વોડ બનાવી જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના…

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

        ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે         મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો        વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!