ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ટ્રક રાત્રીના અંધકારમાં પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો રાખેલ
બેસણું તારીખ: 02-03-2026 ને સોમવાર
ઉત્તરક્રિયા તારીખ: 05-03-2026 ને ગુરુવાર
અગાભી પીપળીયા મુકામે
વાંકાનેર: જાણવા મળ્યા મુજબ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અગાભી પીપળીયાના દિલીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.૩૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઇઓ છીએ બન્ને પરણીત છીએ તા.૨૪/૦૨/૨૦૨૬ ના રાત્રીના અગ્યારેક વાગ્યાના અરશામાં મારા પિતાજીનો મને ફોન આવેલ કે ‘તારા મોટાભાઇ પૃથ્વીરાજસિંહ જાડેજા વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુળીયા ગામના પાટીયા પાસે આવેલ કેલેરીસ ઇન્ડીયા રીફેક્ટ્રીસમાં નોકરી કરતા હોય અને ત્યાંથી અલ્ટો કાર રજી.નંબર GJ 36 R 1494 વાળી લઈ ઘરે પરત આવતા હોય ત્યારે 

રાત્રીના સાડા દશેક વાગ્યાના અરશામાં વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે એક ટ્રક સાથે તેનુ અકસ્માત થયેલ છે’ જેથી હું રાજકોટ કામ સબબ ગયેલ હોઈ મેં તાત્કાલીક મારા કૌટુંબીક કાકા દાજીરાજસિંહ ભુપેન્દ્રસિંહને ફોન કરી બનાવની જાણ કરેલ અને તેઓને બનાવવાળી જગ્યાએ જવા માટે કહેલ, જે બનાવવાળી જગ્યાએ ગયેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મારા મોટાભાઈ પૃથ્વીરાજસિંહને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવામાં લાવેલ, જ્યા ફરજ પરના ડોક્ટર સાહેબે મરણ જાહેર કરેલ….

ટ્રક રજી. નંબર GJ 17 Y 9976 વાળાના ચાલકે ટ્રક રોડ ઉપર રાત્રીના અંધકારમાં ટ્રાફિકને અડચણરૂપ તથા આમ જનતાને આવવા જવામાં અડચણરૂપ થાય તેમ જ માણસોની જીંદગી જોખમાઈ તે રીતે રાત્રીના સાઇડ લાઇટ કે પાર્કીંગ લાઇટ ચાલુ રાખ્યા વગર તથા રોડ ઉપર કોઇ આડશ કે રીફ્લેક્ટર રાખ્યા વગર ઉભો રાખેલ હોય જેથી સદરહુ ટ્રકની પાછળના ભાગે અકસ્માત થયેલ હતો…
મરણ જનારને ત્રણ સંતાનો છે, વૈદેહીબા (ઉ.વ. ૦૮), તેજસ્વીબા (ઉ.વ.૦૫), અભયરાજસિંહ (ઉ.વ.૦૨) છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે….
બેસણું
દિલગીરી સાથે જણાવવા નું કે જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ ના નાના ભાઈ જાડેજા દશરથસિંહ રણજીતસિંહ ના મોટા પુત્ર જાડેજા પૃથ્વીરાજસિંહ દશરથસિંહ નુ તા. 25-02-2026 ના દુઃખદ અવસાન થયેલ છે.
બેસણું તારીખ: 02-03-2026 ને સોમવાર
ઉત્તરક્રિયા તારીખ: 05-03-2026 ને ગુરુવાર
લી.
જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ (મોટાબાપુ)
જાડેજા દશરથસિંહ રણજીતસિંહ (પિતા)
જાડેજા હિતેન્દ્રસિંહ રણજીતસિંહ (કાકા)
જાડેજા જયવંતસિંહ હરભમજી (કાકા)
જાડેજા દિલીપસિંહ દશરથસિંહ (ભાઇ)
જાડેજા જયદીપસિંહ રઘુવીસિંહ (ભાઈ)
જાડેજા જયરાજસિંહ જયવંતસિંહ (ભાઈ)
જાડેજા હર્ષરાજસિંહ હિતેન્દ્રસિંહ (ભાઈ)
જાડેજા અભયરાજસિંહ પૃથ્વીરાજસિંહ (પુત્ર)
તથા
જાડેજા પરિવાર અગાભી પીપળીયા
સ્થળ:
અગાભી પીપળીયા તા. વાંકાનેર જી. મોરબી

