આરોપી તરીકે રાતીદેવરીનો છોકરો
વાંકાનેર: અહીંની એક સ્કુલમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષ ૦૫ મહિના ૨૫ દિવસની ઉંમરની સગીરાનું લલચાવી ફોસલાવી ગુન્હાહિત ઇરાદે અપહરણ થયાની ફરિયાદ થઇ છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેરની એક સ્કુલમાં અભ્યાસ કરતી સગીરા ગત તા.૦૨/૦૭/૨૦૨૫ ના સ્કુલેથી ઘરે પરત નહીં ફરતા તેમના પિતાએ ખોડુમલ મહેન્દ્રભાઇ સાકરીયા રહે.રાતી દેવરી વાળા સામે ફરિયાદ કરી છે. સગીરાને પરત મુકી જવાનુ વાલીએ કહેતા ‘હું મુકવા આવીશ નહી તમારાથી થાય તે કરી લેજો’ નો જવાબ મળેલ. અગાઉ છોકરો- છોકરી સાથે અભ્યાસ કરતા હતા…
