જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ
દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96 લાખ લોકો પાકિસ્તાન ગયા હતા. જેમના માટે વિભાજન કરવામાં આવ્યુ હતુ તે 4 કરોડ મુસ્લિમોમાંથી 96 લાખ લોકો પાકિસ્તાન ગયા. એ સમયે ભારતમાં મુસ્લિમોની વસ્તી 4 કરોડ હતી. 4 કરોડમાંથી માત્ર 96 લાખ મુસલમાન જ પાકિસ્તાન ગયા હતા અને બાકીના તમામ મુસલમાનોએ ભારતને જ પોતાનો દેશ માનીને અહીં જ રહ્યા. જેમા અનેક મુસ્લિમ પરિવારો તો એવા હતા કે જેમના વતન લાહોર, પેશાવર, કરાંચીમાં હતા. પરંતુ વિભાજન સમયે તેમણે પાકિસ્તાન ન જઈ ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો. તેમા જાણીતા અભિનેતા શાહરૂખ ખાનનો પરિવાર, દિલિપ કુમાર (યુસુફ ખાન)નો પરિવાર પણ સામેલ છે. આ ઉપરાંત મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા સહિતના એવા ખ્યાતનામ કલાકારોના પરિવારો હતા જેઓ પાકિસ્તાનમાં વતન હોવા છતા તેમણે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યુ.





વિભાજન સમયે આજના બાંગ્લાદેશ અને એ સમયના પૂર્વી પાકિસ્તાનમાંથી 29 લાખ હિંદુ ભારત આવ્યા હતા. જ્યારે ભારતથી માત્ર 7 લાખ મુસ્લિમો જ પૂર્વી પાકિસ્તાન ગયા. એ જ પ્રકારે હાલના પાકિસ્તાન એટલે કે પશ્ચિમી પાકિસ્તાનમાંથી કૂલ મળીને 54 લાખ હિંદુઓ અને શીખો ભારત આવ્યા અને 65 લાખ મુસ્લિમો ભારતથી પશ્ચિમી પાકિસ્તાન ગયા. આના પરથી સમજી શકાય કે ધર્મના આધારે એક દેશના બે ટૂકડા કરી દેવાયા અને મુસ્લિમોને તેનો અલગ દેશ આપવામાં આવ્યો પરંતુ વાસ્તવિક્તા એ છે કે ભારતથી પાકિસ્તાન જનારી મુસ્લિમ અનુપાતમાં બહુ ઓછા હતા અને પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશથી ભારત આવનારા હિંદુઓની સંખ્યા વધારે હતી…
