કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવરી રોડ ખેતરમાંથી દોઢ લાખનો 'ઈંગ્લીશ' રેઢાપળ મળ્યો

રાતીદેવરી રોડ ખેતરમાંથી દોઢ લાખનો ‘ઈંગ્લીશ’ રેઢાપળ મળ્યો

હાઇવે દુકાનમાં સેટીમાંથી મળેલ ‘ઈંગ્લીશ’ના ભાટીયા સોસાયટીના ત્રણ આરોપી

વાંકાનેર: રાતીદેવરી રોડ જસદણ સિરામીક સામેના ખેતરમાંથી ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ચપલા પોલીસ ખાતાને મળી આવેલ રૂ. ૧,૫૫,૦૪૦/-નો મુદામાલ બીનવારસી મુકી રાખનાર આરોપી ગુન્હેગારને પકડવા તજવીજ હાથ ધરી છે બીજા બનાવમાં વાંકાનેર હાઇવે ભારત પેટ્રોલપંપ પાસે આવેલ ગલીમાં આવેલ દુકાનોમાં પાંચમી દુકાનમાંથી મળી આવેલ ઈંગ્લીશ દારૂ અને એક્ટિવા સહીત કુલ કિ.રૂ-૫૪૭૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના આશયથી રાખનાર અને મદદ કરનાર ભાટીયા સોસાયટીના ત્રણ જણા સામે ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર રાતીદેવરી રોડ જસદણ સિરામીક સામે પાકી સિમેન્ટની દિવાલ અંદર જતા ખુલ્લા ખેતરમાં સિમેન્ટની પાણીની ટાંકી જેવુ ચોરસ બનાવેલ જેમાં ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ચપલા પોલીસ ખાતાને મળી આવેલ કોઇ અજાણ્યો ઇસમ રાતીદેવરી રોડ જસદણ સીરામીક સામે આવેલ સરકારી બાગાયત વિભાગની જમીનમાં અવાવરૂ જગ્યાએ ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતિય કંપનીની શીલપેક ઇંગલીશ દારૂના ૧૮૦ એમ.એલ.ના ચપલા નંગ-૮૧૬ કી.રૂ. ૧,૫૫,૦૪૦/-નો મુદામાલ બીનવારસી મુકી રાખી આરોપીએ પ્રોહિ. એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬-બી, મુજબનો ગુન્હો કરેલ છે પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂ કબ્જે કરી ગુન્હેગારને પકડવા તજવીજ હાથ ધરી છે….

બીજા બનાવમાં વાંકાનેર હાઇવે ભારત પેટ્રોલપંપ પાસે આવેલ ગલીમાં આવેલ દુકાનોમાં પાંચમી દુકાનમાં સીંગલ બેડની સેટીનું ગાદલુ હટાવી તેનું ખાનુ પ્લોઈઝ ખાતાએ ખોલતા ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-૦૨ કી.રૂ.૬૦૦/- ના તથા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૩ કિ.રૂ-૩૩૦૦/- ના તથા એક્ટીવા રજી.નં. GJ-36-AN-0004 ની ડેકીમાંથી મળેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-૦૫ કી.રૂ. ૧૫૦૦/- ના તથા એકટીવા રજી.નં. કિ. રૂ.૫૦,૦૦૦/- ગણી એમ કુલ કિ.રૂ-૫૪૭૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના આશયથી રાખી રેઈડ દરમ્યાન આરોપી નં (૧) ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા (ઉવ.૩૪) રહે. ભાટીયા સોસાયટી જલારામ જીન પાસે વાંકાનેર મળી આવતા તથા આરોપી નં.(૨) એક્ટિવા માલિક મુકેશભાઈ તુવાર રહે. ભાટિયા સોસાયટી તથા (૩) દુકાન માલિક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. ભાટિયા સોસાયટી હાજર નહિ મળી આવી ગુન્હો પ્રોહિ. એકટ કલમ-૬૫ એ, એ ૧૧૬-બી, ૯૮(૨), ૮૧ મુજબ અને એકબીજાની મદદગારી કરવાનો નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!