કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

મૂળ રહેવાસી સિંધાવદરની

બારીમાં હાથ રાખ્યો હોય અને સાપ કરડી ગયો

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજમાં પોતાના નાનાના ઘરે રહેવા આવેલ એક વર્ષની માસૂમ બાળકીને હાથે સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ પીપળીયારાજ ગામે પોતાના નાનાના ઘરે રહેવા આવેલ એક વર્ષની માસૂમ બાળકી આઇશા મહમદફયાજ શેરસીયા (મૂળ રહે. સિંધાવદર, હાલ રહે. પીપળીયારાજ) ઘરમાં રમતી હોય, જેમાં બાળકી સેટીપલંગ ઉપર ચડી બારી પાસે રમતી વખતે બારીમાં હાથ રાખ્યો હોય દરમિયાન અચાનક ડાબા હાથે સાપ કરડી જતાં બાળકીને ઝેરી અસર થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે દોડધામ કરી હોય, પરંતુ સારવાર પહેલાં જ માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!