કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા
વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ કબ્રસ્તાનમાં દફન છે અને અલાવદીદાદા ભોજપરામા આવેલા. ભોજપરામાં કુલ ઍંસ્સી ઘરમાંથી આ કડીવારના ત્રણ પાંખીયા ગણી શકાય. (૧) ગાજી સાજી- જેમાંથી કડીવાર વલી હાજી અને અમી હસન એમ બે ઘર જેતપરડા રહેવા ગયા છે. (૨) વલી સાજી અને (૩) અલાવદી હબીબ. પાંચદ્વારકાથી લુણસરીયાથી આવેલા મોટા કડીવાર (દાદીને માનતા હોય તેવા)ના ૧૦ ઘર છે. ટોળ ગામની ખરાવાડી, ધમરોળ, ઓટાવાડી વગેરે જમીન કડીવાર કુંટુંબને રાજાએ વાવવા આપેલી. મામદભાઇ સાબરવાળા (માજી સરપંચ)ની પેઢીની વાત કરીએ તો, મામદ અલીભાઇ અલાવદી હબીબ ગાજી હયાત.
કડીવાર સાથે ખોરજીયાના કુટુંબ પણ ભોજપરા આવેલા. ટોળમાં હાલના આહમદભાઇ ગઢવારા જ્યાં રહે છે, ત્યાં ખોરજીયાનું કુટુંબ રહેતું. તેના ફળીમાં લીમડો હતો. પોતાના ફળીમાં લીમડો ન હોવા છતાં ટોળની છાપના કારણે હાલમાં ભોજપરામાં પણ ‘લીમડાવાળા ખોરજીયા’ તરીકે જ ઓળખાય છે. ખોરજીયાના સિત્તેર જેટલા ઘરના ત્રણ પાંખીયા; બીજા બે પાંખીયામાં પીરાવાળા (વાંકિયાથી રહેવા આવ્યા) અને પટેલવાળા (તીથવાથી રહેવા આવ્યા) નો સમાવેશ થાય છે. સુપ્રીમ રીફ્રેક્ટરીઝવાળા હુસેનભાઇ અને સુપ્રીમ કોમ્પ્યુટરવાળા રુકમુદીન
ખોરજીયાની ચોથી પેઢી પહેલાના અલાવદીદાદા તીથવાથી રહેવા આવ્યા. અલાવદીદાદાના દીકરા વલીદાદા તેમના દીકરા અમીદાદા અને તેમના દીકરા એટલે હુસેનભાઈ/રુકમુદીનના બાપુ નૂરમામદભાઈ. જેતપરડાની જમીન વાવનારા ખોરજીયા વલી હાજી અને મામદ અલાવદી સામે રાજાએ શરત રાખી કે જેતપરડા આવો તો જ જમીન આપીએ, આથી એમણે જેતપરડા જવું પડયું . ૩ પેઢી પહેલા આવેલા વકાલીયાના ૬ ઘર અને માથકીયાના ૧૨ ઘર તીથવાથી રહેવા આવ્યા. દીઘલીયાથી આવેલા શેરસીયાના ૧૦ અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે.
કડીવાર હસન અલાવદી ભોજપરાના લીમડી પાટમાં વાવણીમાં દંતાર હાંકતા હતા. જુમ્માના દિવસે અંદાઝે સો વરસ પહેલા વિજળી પડેલ. ગાજી અલાવદી હબીબ કે જે બાજુના ખેતરેથી ઘટના સ્થળે ગયેલા પણ હસનદાદાની વફાત થઇ ગયેલી, જેનો તૂરબત હ।લ ભોજ૫૨। કબૂસ્તાનમાં છે.

મહાનદીના સામે કાંઠે પાડધરામાં ગોરી વંશનું રાજ હતું, ત્યારનું કબ્રસ્તાન પણ છે. ભોજપરાની સીમ સપાટ છે. ઊંચી જગાએથી જોતા આખી સીમ દેખાય છે. ૫૦૦ ફૂટથી વધારે ઉંડો બોર કરાવતા પાણી ખારૂં આવી જાય છે. કોળીના વીજવાડીયા ૮૦ અને સારલાના ૩ ઘર રહે છે. નંદેસરીયાના ૧૦, ચમારના ૪, અને વણકરના ૩ ઘર રહે છે.
માલણ માતાજી ને માનતા ૧૨ અટક ધરાવતા અને મદારી કામ કરતા વાદીઓના ૮૦ વર્ષ પહેલા મૂળ મારવાડના અહીં રહેવા આવ્યા અને તેઓ ભોજપરા-૨ માં લુણસર જતા રોડ પર રહે છે. મદારીની કળા હવે લુપ્ત થતી જાય છે. ૮૦ ઘરોમાં ૨૦-૨૫ જણા જ હવે આ કળા જાણે છે. ભણતરનું પ્રમાણ નહિંવત છે. મોટા ભાગે કારખાનામાં મજૂરી કામ કરે છે. (સમાપ્ત) આલેખન:- નઝરૂદીન બાદી.
આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ
