લાકડીઓથી માર મારતા ચાર જણાને ઇજા
વાંકાનેર: તાલુકાના જોધપર ગામે છોકરાઓના ઝઘડામાં મોટેરાઓ ઝઘડી પડયા હતા અને ચાર જણાને લાકડીઓ વડે માર મારતા દવાખાનામાં સારવાર લેવી પડી હતી….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામના રીઝવાનભાઇ માહમદભાઇ આહમદભાઇ શેરશીયા (ઉ.વ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઈ તથા બે બહેનો છીએ, મોટા સુમૈયાબેન સમઢીયાળા અને નાના હાજરા બેન વાલાસણ સાસરે છે. સૌથી નાનો જુનેદભાઇ જે સુરત ખાતે રહે છે. ગઇ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના મારી પત્નિ મેહમુદાએ મને વાત કરેલ કે ‘અબ્દુલભાઈ હુસેનભાઈ શેરશીયા આપણા ઘરે આવેલ અને આપણા દિકરાને મારવાનુ કહી જેમ ફાવે તેમ બોલી જતા રહેલ’ 
બાદ હું રાત્રીના અમારી વાડીએ જવા નીકળેલ હોય ત્યારે રસ્તામાં અમારા પાડોશી ઇદ્વિશભાઇ હુસેનભાઇ શેરશીયા અને આ અબ્દુલભાઇનો ભાઇ મકબુલ ઉભેલ હતા, ઇદ્વિશભાઇએ મને પુછેલ કે ‘શું થયુ હતુ?’ મેં કહેલ કે ‘આ મકબુલભાઇ તથા અબ્દુલભાઇ બન્નેના દિકરો ઘણા સમયથી મારા દિકરા સાથે ઝઘડા કરતો હોય’ આથી મકબુલભાઈ કહેવા લાગેલ કે ‘તારા દિકરાને સમજાવી દેજે નહીતર મજા નહીં આવે’ અને 
ગાળાગાળી કરવા લાગતા મેં ગાળો બોલવાની ના પાડતા આ મકબુલભાઇ મારી સાથે ઝપાઝપી કરવા લાગતા ઇદ્વિશભાઇ તથા આડોશ-પાડોશ વાળાએ છોડાવેલ અને ઈદ્વિશભાઇએ મને ઘરે જતા રહેવાનું કહેતા હું મારા ઘરે આવતો રહેલ અને ઘરે મકબુલભાઇ તથા તેનો ભાઇ અબ્દુલભાઇ બન્ને લાકડીઓ લઇને મારા ઘરે આવી ગયેલ અને મારા પિતા માહમદભાઇ તેમને સમજાવવા જતા ઝપાઝપી કરવા લાગતા હું છોડાવવા જતા અબ્દુલભાઇએ મારા પિતાને ઘક્કો મારી પાડી દિધેલ અને મકબુલભાઈએ તેની પાસે રહેલ લાકડી મને મારતા મને 
ડાબા હાથમા લાગેલ અને મારા માતા કમીબેન તથા મારી પત્નિ મેહમુદા મને છોડાવવા વચ્ચે પડતા અબ્દુલભાઇએ લાકડી વતી મારા માતાને મારતા તેમને લાકડીનો ઘા ડાબા હાથમા લાગતા તેઓ નીચે પડી ગયેલ અને અબ્દુલભાઇએ મારી પત્નિને ઘક્કો મારી પાડી દિધેલ મને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અબ્દુલભાઇએ મને કહેલ કે ‘હવે પછી તારો દિકરો મારા દિકરા સાથે ઝઘડો કરશે તો બન્ને બાપ દિકરાને મારી નાખીશ’ બાદ મને, મારા માતા-પિતા તથા મારી પત્નિને ઇજા થયેલ હોય મેં મારા સાળા સોયેબભાઈ બાદી રહે. કોઠી વાળાને ફોન કરી જાણ કરતા તે આવી ગયેલ અને બાદ મારા સાળાએ ફોન કરી તેના મિત્ર રીઝવાનભાઇને ઇકો ગાડી લઇને બોલાવતા તે આવી જતા અમો ઇકો ગાડીમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ અને બાદ અમોને સારવાર આપેલ પોલીસ ખાતાએ (1) અબ્દુલભાઇ હુસેનભાઇ શેરશીયા અને (2) મકબુલભાઇ હુસેનભાઈ શેરશીયા ગામ, જોધપર સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨,૩૫૧(૩), ૫૪ તથા જી,પી,એકટ – કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધેલ છે…
