કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હોલમઢમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી

લગ્ન પ્રસંગમાં ફટાકડા પર અને જાન આવતી-જતી હોય તેમાં D.J વગાડવા પર પ્રતિબંધ

ઉલ્લંઘન કરનાર સામે રૂપિયા 30000/- હજાર દંડની જોગવાઈ

વાંકાનેર: હરીફાઈના યુગમાં આપણી આવકો પહેલા હતી તેટલીજ છે, પરંતુ દેખાદેખીનાં કારણે, આપણાં પ્રસંગોમાં દીન પ્રતિદિન ખર્ચાઓ ખૂબજ વધી રહ્યાં છે. સમાજમાં આવા ખોટા ખર્ચાઓને કઇ રીતે રોકી શકાય તેની ચર્ચા વિચારણા કરવા માટે હોલમઢ ગામનાં કોળી સમાજની એક મિટિંગ યોજાઈ હતી.

આ મિટિંગમાં કોળી સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા ના અંતે લગ્ન પ્રસંગે તેમજ સામાજિક પ્રસંગોમાં ઘણાં બધાં ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમકે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને જાન આવતી હોય કે જાન જતી હોય તેમાં D.J વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે . અને

70 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિનું મૂત્યુ થાય તોજ મોટું પાણીઢોર કરવું. તેમજ 70 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિનું મૂત્યુ થાય. તો માત્ર બટુક ભોજન કરવું. જેવાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા.અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે રૂપિયા 30000/- હજાર દંડની જોગવાઈઓ કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!