કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

ઢુવા કારખાનામાંથી સગીર છોકરીનું અપહરણ

કારખાનામાં સાથે કામ કરતા પ્રેમ થઇ ગયેલ

વાંકાનેર: છેલ્લા બે વર્ષથી ઢુવા ખાતે આવેલ સીરામીકમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રહેતા ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાનો ગુનો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ છેલ્લા બે વર્ષથી ઢુવા ખાતે આવેલ સીરામીકમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ફરિયાદીની સગીર દીકરી કારખાનામાં લોડીંગ ખાતામાં નોકરી કરતી હતી. તા.૨૮/૦૭/૨૦૨૫ બપોરના સાડા ત્રણ વાગ્યે

ઘરે એકલી રહેલી પોતાની દીકરી નહીં મળતા આજુબાજુ/ સગાવ્હાલાને ત્યાં તપાસ કરતા મળી આવેલ નહીં, અગાઉ રાત્રીના બધા સુતા હતા ત્યારે છોકરી તેના પિતાના મોબાઈલ પર કારખાનામાં કામ કરતા સાગ૨ દેવચંદ વર્મા (રહે. લાલપુરીયા તા: સુટાલિયા જી: રાજગઢ મધ્યપ્રદેશ) સાથે

વાત કરતા પકડાઈ ગયેલ, બન્ને કારખાનામાં સાથે કામ કરતા હોય એકબીજાના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ થઇ ગયેલ હોવાનું જણાવેલ, ત્યારબાદ ફરિયાદીએ બંનેને સમજાવેલ અને સાગર કામ છોડીને બીજા કારખાનામાં જતો રહેલ હતો.

છોકરી ગુમ થતા ત્યાં તપાસ કરતા સાગર પણ હાજર મળી આવેલ ન હોય જેથી સાગર જ આ છોકરીને ભગાડી ગયેલ હોવાની પિતાને શંકા ગયેલ. છોકરી હિન્દી ભાષા જાણે છે અને બનાવના દિવસે

તેમની ઉંમર 16 વર્ષ 5 માસ 5 દિવસ હતી, છોકરી તેનું આધાર કાર્ડ સાથે લઇ ગયેલ બીજી કોઈ વસ્તુ લઇ ગયેલ નથી, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ.-૨૦૨૩૨૦૨૩ની કલમ-૮૭, ૧૩૭(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!