વાંકાનેર: તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈ કાલે વાંકાનેર ખાતે UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું..
વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં પ્રાંત અધિકારી વાંકાનેર મારફત આવેદન પાઠવી જણાવ્યું છે કે એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિધ્ધાંતમાં લાભદાયી લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે વ્યાપક સર્વસંમતી અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે…
તેમજ નવા વકફ કાયદા ૨૦૨૫ રદ કરવાની માંગ કરવામાં આવી છે જે આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવો વકફ કાયદો ભારતના તમામ મુસલમાનોના શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે કાયદો મુસ્લિમોની નાગરિકતા અને ધર્મ સ્થાનો પર અતિક્રમણરૂપ છે વકફના નવા કાયદાથી મુસ્લિમોનો ઉદ્ધાર અને પ્રગતિ થશે તે દાવો સદંતર ખોટો છે પાયા વિહોણો છે તેમજ વિવિધ મુદાઓ પણ આવેદનમાં જણાવી વકફ કાયદો તેમજ ucc કાયદો રદ કરવાની માંગ કરી છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
