મહીકા, રાજાવડલા અને ઓટાળા બિનઅનામત
વાંકાનેરની છ માંથી ચાર અનામત અને ટંકારાની ત્રણમાંથી બે અનામત
વાંકાનેર અને ટંકારાની કુલ નવ સીટમાંથી છ માં સ્ત્રી જ ચૂંટાશે
જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં 2015 માં ભાજપ 2 અને કોંગ્રેસ 22 જયારે 2020 માં ભાજપ 14 અને કોંગ્રેસ 10 બેઠકો પર જીતેલ
મોરબી : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મોરબી જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.

વાંકાનેર ની છ સીટની વિગત નીચે મુજબ છે…
ચંદ્રપુર: સામાન્ય સ્ત્રી (હાલના સભ્ય મંજુબેન લુંભાણી ભાજપ મળેલ મત 7619)
તિથવા: સામાન્ય સ્ત્રી (હાલના સભ્ય હફીજાબેન બાદી કોંગ્રેસ મળેલ મત 8596)
રાતીદેવળી:સામાન્ય સ્ત્રી (હાલના સભ્ય ઝાહિરઅબ્બાસ શેરસીયા ભાજપ મળેલ મત 9766)
મહિકા: બિનઅનામત (હાલના સભ્ય નવઘણભાઇ મેઘાણી ભાજપ મળેલ મત 9263)
રાજાવડલા: બિનઅનામત (હાલના સભ્ય જ્યોતિબા જાડેજા કોંગ્રેસ મળેલ મત 8215)
ઢુવા: સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ સ્ત્રી (હાલના સભ્ય સરોજબેન ડાંગરોચા ભાજપ મળેલ મત 7949)
ટંકારા ની ત્રણ સીટની વિગત નીચે મુજબ છે…
લજાઈ: અનુ. જાતી સ્ત્રી (હાલના સભ્ય ચંદ્રિકાબેન કડીવાર ભાજપ મળેલ મત 8330)
નેકનામ: સામાન્ય સ્ત્રી (નવી સીટ)
ઓટાળા: બિનઅનામત (હાલના સભ્ય કમળાબેન ચાવડા ભાજપ મળેલ મત 5858)

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં વાંકાનેરની છ સીટમાંથી ચાર ભાજપ અને બે કોંગ્રેસ જીતેલ જયારે ટંકારાની ત્રણેય સીટ ભાજપ જીતેલ ઉપરાંત મોરબી તાલુકાની રવાપર, ત્રાજપર, શક્ત શનાળા અને મહેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળી જતા રદ તેની જગ્યાએ લક્ષ્મીનગર, જાંબુડિયા અને મકનસર નવી સીટ અસ્તિત્વમાં આવી છે. જયારે માળીયા (મી.)માં સરવડ નવી સીટ બનાવવામાં આવી અને ટંકારા નગરપાલિકા બની જતા ટંકારા સીટ કાઢીને નેકનામ નવી બનાવવામાં આવી છે.
