તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી
વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે
વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરવાની થાય છે. આથી નિચે મુજબની લાયકાત અને વય મર્યાદા ધરાવતા સ્થાનિક ઉમેદવાર પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ અત્રેની કચેરીએથી રૂબરૂ આવી મેળવી લેવાના રહેશે તેમજ 
અરજી ફોર્મ ભરીને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ભરતીની તારીખ થી તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય પોસ્ટ મારફત અથવા રૂબરૂ બંધ કવરમાં અત્રેની કચેરીએ પરત કરવાનાં રહેશે. બંધ કવર સિવાયની ખુલ્લી અરજીઓ સ્વીકારવા પાત્ર રહેશે નહી તેમજ આવી અરજીઓ ઇન્ટરવ્યુ પ્રકીયામાં ધ્યાને લેવામાં આવશે નહી અને આ બાબતે અરજદારશ્રીનું કોઇપણ કારણ માન્ય રાખવામાં આવશે નહી. જે ઉમેદવાર ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે તે ઉમેદવારને સ્વખર્ચે આવવાનું રહેશે તથા રજુ કરેલ અભ્યાસ તથા ઉંમર અંગેના આધારો તથા અરજી સાથે જોડેલ તમામ પુરાવાઓ સાથે લાવવાનાં રહેશે.
(૧) લાયકાત :-
સંચાલક માટેના ઉમેદવાર એસ.એસ.સી.પાસ હોવા જોઈએ. જે ગામે એસ.એસ.સી.પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી.
(૨) વય મર્યાદા :-
અરજી મોકલવાની છેલ્લી તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ સંચાલક, રસોયા મદદનીશ માટે ઉમેદવારે ૨૦ વર્ષ પુરા કરેલ હોવા જોઈએ અને ૬૦ વર્ષ પુરા કરેલ ન હોવા જોઈએ. ઉમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઉપલી વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છુટછાટ મળવાપાત્ર નથી. નિયત વય ન ધરાવતા ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
(૩) અરજી ફોર્મ :-
અરજી ફોર્મ મેળવવાનું સરનામું “મામલતદારશ્રી-વાંકાનેર, મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી, વાંકાનેર”. અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઇટબીલ), આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ,ચુંટણી કાર્ડની નકલ, કોઇ પોલિસ ફરીયાદ નથી એવું પ્રમાણપત્ર જોડવાનું રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોટાડવાનો રહેશે. તથા અરજીમાં ઉમેદવારે પોતાનો સંપર્ક થઈ શકે તેવો ફોન નંબર અવશ્ય લખવો.
સંચાલક/રસોયા/મદદનીશ તરીકે કોણ અરજી કરી શકશે નહિ :-
(૪) સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા) માં ચુંટાયેલ હોય અગર હોદ્દો ધરાવતી હોય અથવા રાજ્ય સરકાર સ્થાનિક સંસ્થા કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા કર્મચારી અગર તેવા કર્મચારીઓના પતિ/પત્નિ/પુત્રો કે આશ્રિતો.
(૫) રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ પંચાયત હેઠળ કે આંગણવાડી કે અન્ય કોઇપણ માનદ વેતન વાળી જગ્યામાં પુરા કે ખંડ સમયની કોઈપણ ફરજ બજાવતી હોય તેવા કર્મચારી, કર્મચારીઓના પતિ/પત્નિ/પુત્રો કે આશ્રિતો.
વાંકાનેર તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર પર ખાલી પડેલ જગ્યાઓની યાદી…



