રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.
રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા હતા.

કુમારશ્રી રાયસિંહજી ભારોજીનો સ્વર્ગવાસ ૧૭૮૪ પહેલા થયો હતો. કુમારશ્રી જસવંતસિંહ વખતસિંહજીનો સ્વર્ગવાસ ૧૮૪૨ પહેલા થયો હતો.
બનેસિંહજી જસવંતસિંહના લગ્ન ગવરીદડના પાંચમા ઠાકોર મેરૂજી મોડજીના કુંવરી બાજીરાજબા સાથે થયા હતા. બનેસિંહજીનો સ્વર્ગવાસ ૧૨-૬-૧૮૮૧ના રોજ થયો હતો.
રાજ સાહેબ અમરસિંહજી બનેસિંહજીના પ્રથમ લગ્ન રાજપીપળાના મહારાણા છત્રસિંહજી ગંભીરસિંહજીના રાજકુંવરી (નામ જાણવા મળેલ નથી) થયા હતા. મહારાણી તખતકુંવરબાના લગ્ન ૧૯૧૬માં મયુરભંજના મહારાજા પૂર્ણચંદ્ર ભંજ સાથે થયા હતા.

મહારાજકુમારી મનહરકુંવરબાના લગ્ન લુણાવાડાના મહારાજા વીરભદ્રસિંહજી રણજીતસિંહજી સાથે થયા હતા.
રાણી વિલાસકુંવરબાના લગ્ન માણસાના સજનસિંહજી તખતસિંહજી સાથે થયા હતા.
રાજ સાહેબ ચંદ્રભાનુ સિંહજી મયુરભંજના કુમુદ માંજલી સાથે થયા હતા. તેમને ચાર સંતાન હતા.
કુમારશ્રી જીતેન્દ્રસિંહના લગ્ન કેમિલા થયા હતા. કુમારશ્રી ભરતેન્દ્રસિંહ ચંદ્રસિંહજી ૧૯૪૭માં રાજકુમાર કોલેજ, રાજકોટમાં ભણેલા.

રાજકુમારી ભાગ્યવંતીદેવીનો જન્મ તાઃ ૧-૨-૧૯૪૫ના વાંકાનેરમાં થયો હતો. લગ્ન ઝાબુવા (મધ્ય પ્રદેશ)ના મહારાજા દેવેન્દ્રપાલસિંહ સાથે તેમના ૨૪-૧૧-૧૯૬૮ના થયા હતા. તેમને એક પુત્ર છે.
મહારાજકુમાર રસીકકુમારસિંહજી ઝાલાના લગ્ન બનેરાના પ્રતાપસિંગના રાજકુંવરી બાઇજીલાલ ચંદ્રવલીકુમારી સાથે થયા હતા.
કુમારશ્રી જનકકુમારસિંહજી રસીકકુમારસિંહજી ઝાલાના ૧૯૬૪માં રાજકુમાર કોલેજ, રાજકોટમાં ભણેલા.

મહારાણા રાજસાહેબ અમરસિંહજી બનેસિંહજીનો જન્મ ૪-૧-૧૮૭૯માં થયો હતો. તેમના પ્રથમ લગ્ન ૧૮૯૬માં શાહપુરાના રાજા રાજધિરાજ નહરસિંહજીના કુંવરી ગુલાબકુંવરબા સાથે થયા હતા. બીજા લગ્ન રાજકોટના ઠાકોર બાવાજીરાજ મહેરામણસિંહજીના કુંવરી દેવકુંવરબા સાથે થયા હતા. ત્રીજા લગ્ન માંડવાના મહારાણી પદમાકુંવરરાજબા અને ચોથા લગ્ન વાળાના ઠાકોર સાહેબ વખતસિંહજી મેઘરાજજીના કુંવરી ફૂલકુંવરબા સાથે થયા હતા.
રાજ સાહેબ પ્રતાપસિંહજી અમરસિંહજીનો જન્મ તાઃ ૧૭-૪-૧૯૦૭ના રોજ થયો હતો. તેમના લગ્ન ૫-૨-૧૯૨૯ના ડુંગરપુરના મહારાવલ બિજયસીંગજીના મહારાણી રમાકુંવરબા સાથે થયા હતા. મહારાણીનો જન્મ ૨૦-૨-૧૯૧૧ના અને | સ્વર્ગવાસ તાઃ ૧૦-૨-૧૯૯૧ના થયો હતો. રાજ પ્રતાપસિંહના પ્રથમ પત્ની મહારાણી દેવેન્દ્રકુમારીને બે કુંવર અને ત્રણ કુંવરીઓ અવતર્યા હતા.

રાજકુંવરી પદમની કુમારીના લગ્ન કચ્છના મહારાજા હિમ્મતસિંહજી વિજયરાજજી સાથે થયા હતા. રાજકુંવરી પદમની કુમારીનો સ્વર્ગવાસ લાંબી બિમારી બાદ કચ્છમાં ૪-૧૨-૨૦૦૬ના થયો હતો.
રાજકુંવરી નિલનીકુમારીના લગ્ન ભાવનગરના રાજકુમાર શિવભદ્રસિંહજી ક્રિષ્નાકુમારસિંહજી સાથે થયા હતા. રાજકુંવરી મોહિનીકુમારીના લગ્ન બીજાવરના મહારાજા ગોવિંદસીંગ સાથે થયા હતા.
મહારાજ કુમાર ડો. રણજીતસિંહનો જન્મ ૧૯-૨-૧૯૩૯ના થયો હતો, તેઓ ૧૯૫૪માં રાજકુમાર કોલેજ, રાજકોટમાં ભણેલા, તેમને ઈન્ડિયન વાલ્ડ લાઇફ અને નેચરલ હિસ્ટ્રીનું સારૂં જ્ઞાન હતું. તેમણે બીયોન્ડ ધી ટાઇગરઃ પોટ્રેટસ ઓફ એશિયન વાઇલ્ડ લાઇફ નામનું પુસ્તક લખેલું. ૧૯૬૧માં ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવમાં જોડાયા હતા. અને એન્વાયરમેન્ટ સંબંધી અન્ય જોબ કરેલી. મધ્ય પ્રદેશમાં ફોરેસ્ટસ એન્ડ ટુરીઝમના સેક્રેટરી તરીકે પણ સેવા આપેલી. તેમણે ૧૪ નેશનલ પાર્ક અને ૧૧ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીઝનું નિર્માણ કરેલું. કી વાઇલ્ડલાઇફ (પ્રોટેકશન) એકટ ૧૯૭૨નો મુસદો તેમણે તૈયાર કરેલો અને ઇન્ડિયાના વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશનના પ્રથમ ડીરેકટર પણ હતા. તેમણે ભારતમાં ચિંતાજનક રીતે ઘટતી જતી બારાસીંગાની વસ્તી બાબતે પણ યાદગાર કામગીરી કરી છે. તેમના લગ્ન સાઇલાના શ્રી લક્ષ્મણસિંહજી દિલીપસિંહજી રાઠોડના પુત્રી સાથે તાઃ ૨૮-૨-૧૯૪૫માં જન્મેલા રાજકુમારી કલ્પનાકુમારી સાથે થયા હતા.
રાજકુમારી મિનલકુમારીના લગ્ન ઢેંકનાલના યુવરાજ અમર જયોતિસિંહ સાથે તાઃ ૮-૧૨-૧૯૯૦ના થયા હતા.
રાજકુમારી રાધિકાકુમારીના લગ્ન વડોદરાના યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડ સાથે થયા હતા.