પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ
વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.






હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર કોટડા નાયાણીના પાટિયે માધવ હોટલના ગ્રાઉન્ડ પર પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ ચાલશે. જેમાં પદયાત્રીકોને રહેવા-જમવાની તથા પ્રાથમિક મેડિકલ સારવારની સુવિધા આપવામાં આવી રહી છે. તો આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકો તથા સંઘોને રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા આમંત્રણ અપાયું છે.
ગૃપમાં કઈ રીતે જોડાશો?

